AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: આ લીલોછમ છોડ ઘરમાં રાખવાથી ખુલશે સમૃદ્ધિનો દ્વાર, યોગ્ય દિશામાં રાખવાથી આર્થિક તંગી થશે દૂર

Vastu Tips:  વાસ્તુ શાસ્ત્ર અનુસાર રબર પ્લાન્ટ ને ઘરમાં યોગ્ય દિશામાં રાખવો ઘણો શુભ માનવામાં આવે છે. જાણો રબર પ્લાન્ટના વાસ્તુ નિયમો, તેના લાભ,યોગ્ય દિશા અને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી

Vastu Tips: આ લીલોછમ છોડ ઘરમાં રાખવાથી ખુલશે સમૃદ્ધિનો દ્વાર, યોગ્ય દિશામાં રાખવાથી આર્થિક તંગી થશે દૂર
| Updated on: Aug 03, 2026 | 3:01 PM
Share

આજના ઝડપી અને ભાગદોડ ભરેલા જીવનમાં, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર માત્ર સુંદર જ નહીં પરંતુ સકારાત્મક ઉર્જાથી પણ ભરેલું હોય. આ જ કારણે ઘરો અને ઓફિસોમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડને ચમત્કારિક અને શુભ માનવામાં આવે છે. જે ઘરનું ભાગ્ય બદલવામાં સક્ષમ છે. આવો જ એક લોકપ્રિય અને ફાયદાકારક છોડ રબર પ્લાન્ટ છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર જો તેને યોગ્ય સ્થાન પર લગાવવામાં આવે તો તે ઘર માટે કોઈ વરદાન રૂપ સાબિત થાય છે. તેના ચોક્કસ વાસ્તુ ફાયદાઓ અને તેને મૂકવા માટેની આદર્શ દિશા વિશે જાણવા માટે આગળ વાંચો

શા માટે મહત્વપૂર્ણ છે રબર પ્લાન્ટ?

રબર પ્લાન્ટ તેના ઘેરા લીલા, ચળકતા પાંદડાઓ માટે જાણીતો છે. તે દેખાવમાં જેટલો આકર્ષક છે તેટલો જ તે ઓછા પ્રકાશમાં અને ઓછામાં ઓછી જાળવણી સાથે પણ સરળતાથી ખીલે છે. તે ન માત્ર તમારા લિવિંગ રૂમ અથવા ઓફિસની શોભા વધારે છે પરંતુ એક ઉત્તમ હવા શુદ્ધિકરણ (Air Purifier) તરીકે પણ કાર્ય કરે છે, જે આસપાસની હવાને શુદ્ધ કરે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, આ છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મકતા અને સમૃદ્ધિ આકર્ષે છે.

કઈ દિશામાં લગાવવો રબર પ્લાન્ટ ?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, છોડનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને યોગ્ય દિશામાં મૂકવામાં આવે.

દક્ષિણ-પૂર્વ (અગ્નેય) દિશા

રબર પ્લાન્ટ મૂકવા માટે દક્ષિણ-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં રાખવાથી નાણાકીય સ્થિરતા વધે છે અને સમૃદ્ધિના નવા માર્ગ ખૂલે છે.

ક્યાં રાખવો જોઈએ?

તમે તેને તમારા લિવિંગ રૂમમાં, મુખ્ય પ્રવેશદ્વાર પાસે અથવા બેડરૂમમાં રાખી શકો છો. વધુમાં, તેને ઓફિસ, દુકાન અથવા કાર્યસ્થળે એન્ટ્રેન્સ ક્ષેત્રમાં અથવા કેબિનમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કઈ દિશામાં રાખવાથી બચવુ?

ધ્યાન રાખો કે રબર પ્લાન્ટ ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં (ઈશાન કોન તરીકે ઓળખાય છે) ન રાખવો જોઈએ, આમ કરવાથી વિપરીત પરિણામ મળી શકે છે.

રબર પ્લાન્ટના મુખ્ય વાસ્તુ ફાયદા

  • સકારાત્મક ઉર્જાનો સંચાર: યોગ્ય દિશામાં મૂકવામાં આવેલ રબર પ્લાન્ટ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને તેને સકારાત્મક ઉર્જાથી ભરે છે.
  • આર્થિક ઉન્નતિ: એવું માનવામાં આવે છે કે આ છોડ ઘરમાં બરકત લાવે છે અને વ્યક્તિના કારકિર્દી અને વ્યવસાયમાં તરક્કીના નવા માર્ગ ખોલે છે.
  • માનસિક શાંતિ: ઘરમાં હર્યોભર્યો લીલોછમ, સ્વસ્થ છોડ ન માત્ર આંખોને શાંતિ આપે છે પરંતુ મનને પણ શાંત કરે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.

કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ

વાસ્તુ શાસ્ત્રમાં એ વાત પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે કે છોડ હંમેશા સ્વસ્થ અને હર્યોભર્યો રહેવો જોઈએ; મુરજાઈ ગયેલો અથવા સુકાઈ ગયેલો છોડ નકારાત્મકતા લાવે છે. આથી, રબર પ્લાન્ટના પાંદડાને સમયાંતરે સાફ કરો અને કોઈપણ પીળા અથવા સુકાઈ ગયેલા પાંદડાને તાત્કાલિક દૂર કરો. વધુમાં, છોડને એવી જગ્યાએ મૂકો જ્યાં તેને પૂરતો કુદરતી પ્રકાશ મળે સીધો સૂર્યપ્રકાશ તેના પર ન પડે તેનુ પણ ધ્યાન રાખો.

મૃત્યુ પામેલા સ્વજનના સપના આવવા શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?

Follow Us
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">