Small Hanuman Chalisa: અહો આશ્ચર્યમ….22 પેજની સૌથી નાની હનુમાન ચાલીસા, આવા જ બીજા ઘણા બધા નાના પુસ્તકોના, જુઓ PHOTO
Small Hanuman Chalisa: આવતા વર્ષે દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે. તેમાં પણ નિકુંજ વાગડીયા એક મહત્વનો ભાગ છે. નિકુંજ ભાઈને આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે તેમના સંશોધનો અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે.


Small Hanuman Chalisa : રાજકોટના નિકુંજ વાગડીયાના નામે આ પહેલા પણ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. નિકુંજ ભાઈના નામે વિશ્વમાં સૌથી વધુ મિનીએચર બુકના નિર્માણ કરવાનો વિશ્વ રેકોર્ડ છે. નિકુંજ વાગડીયાએ આ પ્રકારની 700 જેટલી સૂક્ષ્મ બુકનું નિર્માણ કર્યું છે. જે વિશ્વમાં સૌથી વધુ મીનીએચર બુકનું નિર્માણ કર્યાનો એક વિશ્વ રેકોર્ડ છે.

મીનીએચર આર્ટ એ આજકાલથી નહીં પણ આજથી 5 હજાર વર્ષ પહેલાં લખવામાં આવતી હતી. એ પછી છાપખાંના અને લાઇબ્રેરીની શોધ થતાં પુસ્તકોના ફોર્મેટ આવતા ગયા.

5 હજાર વર્ષ પહેલાંની આ આપણી સંસ્કૃતિ છે એ જ સંસ્કૃતિને આગળ વધારી આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી નવા ફોર્મેટમાં કલાને રજુ કરવા અને તેના થકી બાળકોને શિક્ષણ આપવા માટે વિશ્વના સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા તેમણે લખી છે.

રાજકોટના આ શિક્ષક અને મીનીએચર રાઈટર એ વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા તૈયાર કરી છે. આ હનુમાન ચાલીસાનું વજન માત્ર 700 મીલિગ્રામ એટલે કે પોણો ગ્રામ છે અને તેની સાઈઝ 30×5 મિલીમીટર છે.

નિકુંજ ભાઈએ આ રીતે જ રામાયણ, મહાભારત, ભગવત ગીતા અને શિક્ષાપત્રી જેવા ધાર્મિક ગ્રંથોનું પણ સૂક્ષ્મ પુસ્તકમાં નિર્માણ કર્યું છે.

આ ઉપરાંત નિકુંજ ભાઈએ એક તલના દાણા પર આખી ABCD લખી છે. એક તલનો દાણો હાથમાં લેવો મુશ્કેલ છે. જેના પર નિકુંજ ભાઈએ 26 આલ્ફાબેટ્સ લખ્યા છે.

નિકુંજ ભાઈને આ પ્રકારના આવિષ્કાર બદલ 2006 અને 2009માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને 2010માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. નિકુંજ વાગડીયાએ તૈયાર કરેલી અમુક બુક તો નરી આંખે જોઈ શકવી પણ મુશ્કેલ છે.






































































