Car Loan : SBI પાસેથી 10 લાખની કાર લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ? જાણો EMI કેટલી હશે?
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સુવર્ણ તક છે. RBIના રેપો રેટ ઘટાડા અને કેન્દ્ર સરકાર દ્વારા નાના વાહનો પર GST 28% થી 18% કરાતા, કાર લોન સસ્તી બની છે.

જો તમે તમારા પરિવાર માટે નવી કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો અને કાર લોન લેવાની તૈયારીમાં છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ, દેશની લગભગ તમામ બેંકોએ કાર લોન સહિતના લોન વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં માત્ર 8.7 ટકાથી શરૂ થતા વ્યાજ દરે કાર લોન ઓફર કરી રહી છે.

આ સાથે જ, કેન્દ્ર સરકારે ગયા વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ નવી GST નીતિ લાગુ કરી, જેના હેઠળ નાની કાર પર લાગતો GST દર 28 ટકા પરથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. GSTમાં થયેલા આ ઘટાડાના કારણે વાહન ઉદ્યોગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નવી કાર પર કરનો બોજ ઓછો થતાં હવે મધ્યમ વર્ગના લોકો પણ સહેલાઈથી કાર ખરીદી શકે છે.

RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ SBI સહિત તમામ બેંકોએ કાર લોન વધુ સસ્તી બનાવી છે. SBI પાસેથી કાર લોન મેળવવા માટે તમારો વાર્ષિક ન્યૂનતમ પગાર ઓછામાં ઓછો ₹3 લાખ હોવો જરૂરી છે, એટલે કે માસિક અંદાજે ₹25,000 પગાર હોવો જોઈએ.

SBI તેના ગ્રાહકોને તેમના માસિક પગારના 48 ગણાં સુધી કાર લોન આપે છે. એટલે કે, જો તમારો માસિક પગાર ₹25,000 છે, તો તમે ₹25,000 × 48 = ₹12 લાખ સુધીની કાર લોન માટે પાત્ર બની શકો છો. આ મુજબ, ₹10 લાખની કાર લોન માટે ₹25,000 માસિક પગાર પૂરતો માનવામાં આવે છે.
Bank of Baroda ની FD યોજનાથી 1,00,000 રૂપિયાના રોકાણ પર મળશે 41,478 સુધીનું નિશ્ચિત વ્યાજ
