Photos : મોનાલિસાએ ખાસ રીતે ઉજવી ક્રિસમસ, તસવીરો જોઈને ચાહકો થયા દિવાના
ભોજપુરી ક્વીન મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર ફેન્સ માટે તેની તસવીરો શેર કરતી રહે છે.
Dec 26, 2021 | 1:58 PM
TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Dec 26, 2021 | 1:58 PM
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા અવારનવાર તેના ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
મોનાલિસાએ શનિવારે ખાસ રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.
મોનાલિસાએ લાલ ટોપ અને સ્કર્ટ સાથે તેણે રેડ કલરનો હેરબેન્ડ પહેરીને લુક કમ્પલિટ કર્યો છે. તસવીરોમાં મોનાલિસા ઘણા પોઝ આપતી જોવા મળી રહી છે.
ફોટો શેર કરીને મોનાલિસાએ લખ્યું, મેરી ક્રિસમસ... સરસ સમય પસાર કર્યો. ચાહકોને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, મોનાલિસા ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં જોવા મળશે. તે સોશિયલ મીડિયા પર વેબ સિરીઝના સેટ પરની તસવીરો દરરોજ શેર કરતી રહે છે.