Gujarati News » Photo gallery » Maternal exposure to plastic chemical may up asthma wheezing risk in girls says study
Knowledge: છોકરીઓમાં અસ્થમા અને શ્વસન સંબંધી રોગનું મળ્યું નવું કારણ, જાણો કેવી રીતે તે છોકરીઓમાં જોખમ વધારે છે
વૈજ્ઞાનિકોએ આનું નવું કારણ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે માતા-પિતા પ્લાસ્ટિકની (Plastic) વસ્તુઓ અને રેઝિનનો વધુ ઉપયોગ કરે છે. તેમના બાળકોમાં અસ્થમા જેવા શ્વસન સંબંધી રોગોનું જોખમ વધી જાય છે.
કેટલાક બાળકોને જન્મ પછી અસ્થમા (Asthma) અથવા શ્વાસ લેવામાં તકલીફ કેમ થાય છે, વૈજ્ઞાનિકોએ આનું નવું કારણ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે માતા-પિતા પ્લાસ્ટિકની (Plastic) વસ્તુઓ અને રેઝિનનો વધુ ઉપયોગ કરે છે. તેમના બાળકોમાં અસ્થમા જેવા શ્વસન સંબંધી રોગોનું જોખમ વધી જાય છે. જાણો શા માટે આવું થાય છે અને કેટલું વધી જાય છે ખતરો...
1 / 5
સંશોધકોનું કહેવું છે કે બિસ્ફેનોલ-એ (Bisphenol-A)નામનું રસાયણ પ્લાસ્ટિકના ખાદ્યપદાર્થોના ડબ્બા, ફરીથી વાપરી શકાય તેવી બોટલો અને રમકડાંમાં જોવા મળે છે. તેને BPA પણ કહેવાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આ રસાયણ શરીરમાં પહોંચે છે અને શરીરમાં સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવી હોર્મોન્સને ખલેલ પહોંચાડે છે. આ રસાયણ માતાના દૂધ દ્વારા બાળકો સુધી પહોંચે છે.
2 / 5
બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ સ્પેનના સંશોધક એલિસિયા એબિલિન, જેમણે આ સંશોધન કર્યું હતું, કહે છે કે પ્લાસ્ટિકમાં જોવા મળતા બિસ્ફેનોલ્સ રસાયણ ભવિષ્યમાં છોકરીઓમાં શ્વસન સંબંધી રોગોનું જોખમ 13 ટકા વધારી દે છે. તેના લક્ષણો ભવિષ્યમાં દેખાઈ શકે છે.
3 / 5
સંશોધકોનું કહેવું છે કે, આને સમજવા માટે 6 યુરોપિયન દેશોની 3 હજાર માતાઓ અને બાળકોને સંશોધનમાં સામેલ કરવામાં આવ્યા હતા. માતા અને બાળકના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, 90 ટકા જેટલા નમૂનાઓમાં બિસ્ફેનોલ્સ હતા. આ રસાયણ બાળકોમાં જોખમ વધારે છે.
4 / 5
સંશોધકોના મતે આ કેમિકલ સેક્સ હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. તેની અસર બાળકોમાં જોવા મળે છે. આ પહેલા પણ ઘણા સંશોધનોમાં માતા દ્વારા બાળકો સુધી પ્લાસ્ટિક પહોંચવાના જોખમો જણાવવામાં આવ્યા છે. (Edited By-Meera Kansagara)