AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : ટ્રમ્પના ટેરિફ પ્લાન વચ્ચે સોનાનો ભાવ સાતમા આસમાને, ઉછાળો એવો આવ્યો કે રોકાણકારો જોતાં રહી ગયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના ટેરિફ પ્લાનથી સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ કારણે વિશ્વભરના રોકાણકારોમાં ફરી એકવાર અનિશ્ચિતતા વધી ગઈ છે.

| Updated on: Aug 07, 2025 | 9:20 PM
Share
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાન સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. ટ્રમ્પના આ એક નિર્ણયથી વિશ્વભરના રોકાણકારોમાં ફરી એકવાર અનિશ્ચિતતા વધી ગઈ છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ માટે સોના તરફ વળ્યા છે.

1 / 7
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાનના એક દિવસ બાદ સોનાના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો છે. ટ્રમ્પે 6 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આના કારણે ભારત સહિત ઘણા મોટા બજારોમાં સોનામાં રોકાણ વધ્યું છે, જેના કારણે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે.

2 / 7
પીટીઆઈના અહેવાલ મુજબ, ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું હતું કે ગુરુવારે સોનાના ભાવમાં 3,600 રૂપિયાનો વધારો થયો હતો. આનાથી સોનાનો ભાવ 1,02,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઇ લેવલે પહોંચી ગયો છે.

3 / 7
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99,020 રૂપિયા હતો. ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમત 3,600 રૂપિયા વધીને 1,02,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ.

4 / 7
આ સાથે એવું કહેવામાં આવ્યું કે, ગુરુવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 3,600 રૂપિયા વધીને 1,02,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે કિંમત 1,14,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

5 / 7
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "ગુરુવારે સોનાના ભાવ સાપ્તાહિક સીમાના ઉપલા સ્તર પર પહોંચી ગયા. નવી વેપાર ચિંતાઓને કારણે આવું થયું છે, જેના કારણે સુરક્ષિત રોકાણની માંગમાં વધારો થયો છે." આ સાથે તેમણે કહ્યું, "યુએસ વહીવટીતંત્રે ભારતીય આયાત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે, જેનાથી બંને અર્થતંત્ર વચ્ચે વેપાર તણાવ વધી ગયો છે."

6 / 7
MCX પર સોનાના ફ્યુચર કોન્ટ્રેક્ટમાં 893 રૂપિયા અથવા લગભગ 0.88 ટકાનો વધારો થયો અને ભાવ 10 ગ્રામ દીઠ 1,02,155 રૂપિયા થયો. બીજીબાજુ ચાંદીના કોન્ટ્રેક્ટમાં 1,503 રૂપિયાનો વધારો થયો અને ભાવ 1,15,158 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ

અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">