Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nankhatai Recipe : દિવાળી પર દરેકના ઘરે બનતી નાનખટાઈ આ રીતે બનાવો, જુઓ તસવીરો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે નાનખટાઈ ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

Disha Thakar
| Edited By: | Updated on: Oct 26, 2024 | 3:42 PM
દિવાળી પર મોટાભાગના લોકોના ઘરે નાનખટાઈ મળતી હોય છે. ત્યારે ચણાનો લોટ, થીજેલુ ઘી, બુરુ ખાંડ, રવો, ખાવાના સોડા, ઈલાયચી પાઉડર સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં થીજેલું ઘી લો. તમે શુદ્ધ ઘીની જગ્યાએ વનસ્પતિ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં બૂરું ખાંડને ચાળીને ઉમેરો અને બંન્ને 10 મીનીટ સુધી બરાબર મિક્સ કરી લો.

2 / 5
બંન્ને વસ્તુને બરાબર મિક્સ કરી મેંદો, રવો અને ચણાનો લોટ ઉમેરો. આ સાથે જ ખાવાના સોડા અને ઈલાયચી પાઉડર ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો.

3 / 5
હવે આ મિશ્રણના નાના પેંડા બનાવી લો. ત્યારબાદ ઓવનમાં 170 ડિગ્રીએ 9-10 મીનીટ પ્રીહિટ કરીને બેકિંગ ટ્રે પર ઘી લગાવી અથવા બટર પેપર પર નાનખટાઈ થોડીક દૂર ગોઠવો. જેથી નાનખટાઈ સારી રીતે ફૂલી શકે.

4 / 5
નાનખટાઈને દસ મીનીટ સુધી 180 ડિગ્રીએ 10 થી 12 મીનીટ બેક કરી દો. પરંતુ ધ્યાન રાખો કે નાનખટાઈ નીચેના ભાગથી બળી ન થઈ જાય. તમે ઈડલી બનાવવાના કૂકરમાં પણ બેક કરી શકો છો. થોડી જ મીનીટોમાં નાનખટાઈ તૈયાર થઈ જશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">