શું સાચેમાં 1000 રૂપિયાનો ચેક બાઉન્સ થાય તો સીધા જેલ ભેગા? જાણો કાયદા મુજબ શું છે નિયમ
ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે, શું 1000 રૂપિયાનો ચેક બાઉન્સ થાય તો જેલ થાય કે નહી? તો ચાલો જાણીએ, આ અંગે કાયદામાં શું લખવામાં આવ્યું છે.

આજના યુગમાં ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાને લઈને ઘણા ફેરફારો થયા છે. હાલની તારીખમાં લગભગ દરેક પ્રકારના પેમેન્ટ ઓનલાઈન રીતે કરવામાં આવે છે. લોકો હવે ભાગ્યે જ રોકડથી વ્યવહાર કરતા હોય છે. જો કે, ડિજિટલ યુગમાં પણ કેટલીક જગ્યાએ ચેક દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે.

મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને મોટી રકમ આપે છે, ત્યારે તે ચેક થકી જ રકમ આપે છે. જણાવી દઈએ કે, ચેકના ઘણા પ્રકાર હોય છે. જો આપણે વાત કરીએ તો, કુલ નવ પ્રકારના બેંક ચેક હોય છે. એવામાં ઘણી વખત એવું પણ જોવા મળે છે કે, કેટલાંક લોકો નકલી ચેક બીજી વ્યક્તિને પકડાઈ દે છે.

નકલી ચેકના કિસ્સાને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ ચેક બાઉન્સ થાય છે તેવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. કોઈ કરોડો કે લાખોનો વ્યવસાય કરે છે અને નકલી ચેક આપે છે પછી જ્યારે આવા સમયે ચેક બાઉન્સ થાય છે, ત્યારે તે વ્યક્તિને કડક સજા ભોગવવી પડે છે. જેમાં તેને જેલ પણ મોકલી શકાય છે.

નકલી ચેકના કિસ્સાને ધ્યાનમાં રાખીને ઘણા લોકોએ ચેક બાઉન્સ થાય છે તેવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. કોઈ કરોડો કે લાખોનો વ્યવસાય કરે છે અને નકલી ચેક આપે છે, એવામાં પછી જ્યારે ચેક બાઉન્સ થાય છે, ત્યારે તે વ્યક્તિને કડક સજા ભોગવવી પડે છે. જેમાં તેને જેલ પણ મોકલી શકાય છે.

હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન આવતો હશે કે, એક હજાર રૂપિયાનો ચેક બાઉન્સ થાય તો જેલ થઈ શકે ખરી? તો આ વાતનો જવાબ છે કે, ચેક એક હજારનો હોય કે એક કરોડનો ચેક બાઉન્સ થવો એ એક ગુનો છે.

'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881'ની કલમ 138 હેઠળ ચેક બાઉન્સ થવો એ એક ગુનો છે. જો કોઈ આ માટે દોષિત ઠરે છે, તો તેને બે વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમના બમણા સુધીનો દંડ થઈ શકે છે. જો કે, ક્યારેક બંને સજા એકસાથે મળી શકે છે પછી ભલે રકમ માત્ર 1,000 રૂપિયા જ કેમ ના હોય.

હવે તો ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, પહેલા ચેક બાઉન્સની ફરિયાદ 1 મહિનાની અંદર કરવાની રહેતી હતી પરંતુ હવે આ સમયમર્યાદા વધારીને 3 મહિના સુધીની કરવામાં આવી છે.

તમે ચેક બાઉન્સની ફરિયાદ ઓનલાઈન પણ નોંધાવી શકો છો. આ ઉપરાંત, બેંકોએ 24 કલાકની અંદર બંને પક્ષોને ચેક બાઉન્સ વિશે જાણ કરવી પણ જરૂરી છે. જો કોઈ જાણી જોઈને ચેક બાઉન્સ કરે છે તો 'ભારતીય દંડ સંહિતા 2023'ની કલમ 318 (4) હેઠળ કેસ નોંધી શકાય છે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.
