મુંબઈ નહીં, દેશનું આ શહેર Extramarital Affairમાં નંબર વન છે, જાણો મેટ્રો શહેરોની સ્થિતિ શું છે?
એકસ્ટ્રા મેરિટલ અફેરના કેસ દુનિયાભરમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં પણ હવે Extramarital Affairને લોકો સામાન્ય ગણવા લાગ્યા છે.આને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે, દેશમાં ક્યાં ક્યાં શહેર આ મામલે સૌથી આગળ છે. તો ચાલો આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.

થોડા દિવસ પહેલા ફેમસ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. જેમાં ફેમસ ટેક કંપની એસ્ટ્રોનોર્મરના સીઈઓ અને એચઆર હેડનો એક વીડિયો સામે આવ્યા બાદ આખી દુનિયામાં તેના અફેરની ચર્ચાઓ થઈ રહી હતી. આ વીડિયો ફરી એક વખત ખુબ જ જલ્દી વધી રહેલા Extramarital Affairને લઈ ચર્ચાઓ જોર પકડ્યું છે.

વિદેશનો આ કોન્સેપ્ટ હવે ઈન્ડિયામાં ખુબ સામાન્ય થયો છે. હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. મેરેજ ડેટિંગ પ્લેટફોર્મ અશેલ મેડિસને જૂન 2025ના એક નવા યુઝરના આધાર પર ડેટા જાહેર કર્યો હતો. આ રિપોર્ટ જલ્દી વધી રહેલા અફેર વિશે જણાવ્યો હતો.આ સાથે, એ પણ ખુલાસો થયો છે કે એકસ્ટ્રા મેરિટલ અફેર મામલામાં કયા રાજ્યો આગળ છે, તો ચાલો આ રિપોર્ટ વિશે વિગતવાર જાણીએ

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, અફેરના કેસ મામલે હંમેશા દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેર સૌથી આગળ રહ્યા છે પરંતુ પ્લેટફોર્મના નવા આંકડા મુજબ તમિલનાડુના કાંચીપુરમ આ મોટા શહેરોને પાછળ છોડે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરના મામલે પહેલા સ્થાને છે,આ મેરિટલ અફેર પ્લેટફોર્મ પર સાઈનઅપ કરનાર યુઝરની સંખ્યા દેશમાં સૌથી વધારે છે.

એશ્લે મેડિસનની ટોચના 20 ભારતીય શહેરોની યાદી (ટોચના છેતરપિંડી કરનારા શહેરો 2025) માં દિલ્હી-એનસીઆરના નવ સ્થળોનો સમાવેશ થાય છે.

જેમાં દિલ્હીના છ જિલ્લાઓનો સમાવેશ થાય છે, મધ્ય દિલ્હી (બીજું સ્થાન), દક્ષિણ પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી. આ સાથે, પડોશી શહેરો ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોઈડાએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

જો આપણે એકસ્ટ્રા મેરિટલ અફેરના ટોપ 20 શહેરોની વાત કરીએ તો. કાંચીપુરમ, સેન્ટ્રલ દિલ્હી, ગુરુગ્રામ,ગૌતમબુદ્ધનગર, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, દહેરાદુન,પૂર્વી દિલ્હી,પુણે, બેંગ્લુરુ, દક્ષિણ દિલ્હી, ચંદીગઢ, લખનઉ, કોલકત્તા, પશ્ચિમ દિલ્હી,કામરુપ, ઉત્તર પશ્ચિમ દિલ્હી, રાયગઢ, હૈદરાબાદ, ગાઝિયાબાદ અને 20માં સ્થાને જયપુર છે. (All Image Symbolic ,canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
