AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પતિને બાંધકામ હેઠળના ફ્લેટ માટે EMI ચૂકવવાનું કહી શકાય નહીં : બોમ્બે હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં જ ચુકાદો આપ્યો હતો કે, બાંધકામ હેઠળનો ફ્લેટ, ભલે પતિ અને પત્નીના નામે સંયુક્ત રીતે નોંધાયેલ હોય, તેને ઘરેલું હિંસાથી મહિલાઓના રક્ષણ (PwDV) અધિનિયમ 2005 હેઠળ 'શેર્ડ હાઉસ' કહી શકાય નહીં.

| Updated on: Jul 10, 2025 | 7:14 AM
Share
બોમ્બે હાઇકોર્ટ કહ્યું કે, ઘરેલું હિંસા કાયદા હેઠળ પતિ પાસેથી બાંધકામ હેઠળના ફ્લેટ માટે EMI ચૂકવવાનું કહી શકાય નહીં, અને તેને 'શેર્ડ હાઉસ' પણ કહી શકાય નહીં.

1 / 9
બોમ્બે હાઈકોર્ટે હાલમાં કહ્યું કે, નિર્માણાધીન ફ્લેટ ભલે પતિ-પત્નીના નામ પર સંયુક્ત રીતે રજિસ્ટર્ડ હોય. તેને ઘરેલું હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ (PwDV) 2005 હેઠળ તેને 'શેર્ડ હાઉસ' કહી શકાય નહીં. તેથી, પતિને આવા ફ્લેટના હપ્તા ચૂકવવાનો નિર્દેશ આપી શકાતો નથી.

2 / 9
ન્યાયાધીશ મંજુષા દેશપાંડેએ જણાવ્યું હતું કે ,પ્રશ્નમાં રહેલો ફ્લેટ હજુ બાંધકામ હેઠળ છે અને દંપતી હજુ તેમાં રહેતું નથી."હાલના કિસ્સામાં, કથિત 'શેર્ડ હાઉસ'(એવી પરિસ્થિતિ જેમાં બે કે તેથી વધુ લોકો એક જ ઘર કે એપાર્ટમેન્ટમાં સાથે રહે છે.) કબજો હજુ સુધી સોંપવામાં આવ્યો નથી, હપ્તાઓ હજુ પણ સંપૂર્ણ ચૂકવવામાં આવ્યા નથી. આવા સંજોગોમાં, પતિને બાકીના હપ્તાઓ ચૂકવવાનો નિર્દેશ આપવો અથવા નોકરીદાતાને તેના પગારમાંથી કાપીને બેંકમાં હપ્તાઓ ચૂકવવાનો નિર્દેશ આપવો એ તો દૂરની વાત છે. તેઓ ક્યારેય આ ફ્લેટ/મકાનમાં રહ્યા નથી, કે તેઓ તેમાં રહેવાનો ઈરાદો રાખતા નથી. વધુમાં, 2020માં જ પતિએ પત્ની સામે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી છે.

3 / 9
ન્યાયાધીશે કહ્યું કે PwDV કાયદો એક સામાજિક કલ્યાણ કાયદો છે,જેનો ઉદ્દેશ્ય પરિવારમાં ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારનો ભોગ બનેલા લોકોને રક્ષણ પૂરું પાડવાનો છે. જોગવાઈઓ ખાતરી કરે છે કે, પીડિતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે.

4 / 9
આ સાથે તેમના "શેર્ડ હાઉસ" માંથી બહાર કાઢવામાં આવે તો પણ સુરક્ષા આપવામાં આવે છે, જ્યાં પીડિત રહેતી હોય. પીડિત વૈકલ્પિક રહેઠાણની પણ માંગ કરી  શકે છે, અથવા વૈકલ્પિક રહેઠાણ માટે ભાડું ચૂકવવાનો નિર્દેશ આપી શકે છે.

5 / 9
જસ્ટિશ દેશપાંડેએ કહ્યું,"પીડિતનો રહેઠાણનો અધિકાર DV કાયદાની કલમ 19 હેઠળ આવરી લેવામાં આવ્યો છે પરંતુ અરજદાર પત્ની દ્વારા દાવો કરાયેલ રાહત કમનસીબે DV કાયદાની કલમ 19 હેઠળ પૂરી પાડવામાં આવેલી કોઈપણ રાહત હેઠળ આવતી નથી. પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી સ્વીકાર્ય રહેશે નહીં કારણ કે મિલકત/ફ્લેટ હજુ પણ બાંધકામ હેઠળ છે અને કોઈપણ પક્ષના કબજામાં નથી અને તેથી DV કાયદાની કલમ 2(s) હેઠળ વ્યાખ્યાયિત 'શેર્ડ હાઉસહોલ્ડ' ના દાયરામાં આવતી નથી.

6 / 9
બેન્ચ મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટના આદેશોને પડકારતી પત્ની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં બંનેએ ઉપનગરીય મલાડમાં એક બાંધકામ હેઠળના ફ્લેટ માટે પતિને હપ્તા ચૂકવવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો,

7 / 9
 પત્નીએ દાવો કર્યો હતો કે, તે 'શેર્ડ હાઉસ' છે. પતિએ દલીલ કરી હતી કે પ્રશ્નમાં રહેલા ફ્લેટને 'શેર્ડ હાઉસ' કહી શકાય નહીં કારણ કે દંપતી એક પણ દિવસ માટે આ ફ્લેટમાં રહ્યા ન હતા. કોર્ટે પતિની દલીલ સ્વીકારી અને પત્નીની અરજી ફગાવી દીધી.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">