કાનુની સવાલ : શું મુસ્લિમો મૌખિક સંમતિથી છૂટાછેડા લઈ શકે ? હાઈકોર્ટનો મોટો નિર્ણય જાણો
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ લગ્ન 'મુબારત' એટલે કે પરસ્પર સંમતિથી છૂટાછેડા દ્વારા સમાપ્ત થઈ શકે છે અને આ માટે કોઈ લેખિત સંમતિની જરૂર નથી.

ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમના છૂટાછેડા પર મહત્વનો નિર્ણય લીધો છે.હાઈકોર્ટે કહ્યું કે,મુસ્લિમ લગ્નને મુબારત એટલે કે, આપસી સહમતિથી છૂટાછેડાના માધ્યમથી પૂર્ણ કરી શકાય છે. આ માટે કોઈ લેખિત સંમતિની જરુર હોતી નથી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ નિર્ણય જસ્ટિસ એ.વાય. કોગેજે અને જસ્ટિસ એન.એસ. સંજય ગૌડાની બેન્ચે આપ્યો હતો. તેમણે કુરાન અને હદીસનો ઉલ્લેખ કર્યો હતો. બેન્ચે કહ્યું કે લગ્ન સમાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન ધાર્મિક ગ્રંથો કુરાન અને હદીસમાં કરવામાં આવ્યું છે.

આ બેન્ચે મુબારતને કાયદેસર ગણાવતા રાજકોટ ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો, જેમાં મુબારત દ્વારા છૂટાછેડા માંગતા મુસ્લિમ દંપતીની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું હતો. મુસ્લિમ કપલના નિકાહ થોડા વર્ષો પહેલા થયા હતા. નિકાહ બાદ બંન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થવાને કારણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે મુબારતથી પોતાના નિકાહને પૂર્ણ કર્યો અને ફેમિલી કોર્ટોમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.

આ કેસમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, છૂટાછેડા માટે લિખિત કરાર હોવો જરૂરી છે તેવું આ કુરાન, હદીસ કે મુસ્લિમ પર્સનલ લોમાં ક્યાંય લખાયેલું નથી.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આપસી સમંતિથી છૂટાછેડા માટે મુબારતી કાનુન છે. આ માટે લેખિત કરારની જરુર રહેતી નથી. હાઈકોર્ટના આ નિર્ણય પર એ મુસ્લિમ કપલ માટે રાહતના સમાચાર છે. જે મુબારતથી અલગ થવા માંગે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
