Stock Market: રોકાણકારો માટે ખુશખબર! આ 6 કંપની 25 રૂપિયાથી વધુનું ડિવિડન્ડ આપશે, શું તમારી પાસે છે આ સ્ટોક્સ?
આવનાર સપ્તાહે રેકોર્ડ ડેટ ધરાવતી કંપનીઓમાંથી 6 કંપની 25 રૂપિયા કે તેથી વધુનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે, જેમાંથી એક કંપની તો સ્પેશિયલ ડિવિડન્ડ પણ આપવાની છે.

આગામી સપ્તાહે 40થી વધુ કંપનીઓના ડિવિડેન્ડની એક્સ-ડેટ આવી રહી છે, એટલે કે આગામી અઠવાડિયે આ કંપનીઓ નક્કી કરશે કે કયા શેરધારકોને ડિવિડન્ડનો લાભ મળશે.

જણાવી દઈએ કે, આમાંની મોટાભાગની કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ મંગળવાર કે તેના પછીની છે. ટૂંકમાં, આ કંપનીઓના ડિવિડન્ડનો લાભ લેવાની હજુ પણ તક છે. ડિવિડન્ડ આપનાર કંપનીઓમાંથી એક કંપનીએ તો સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું છે.

કુલ 6 કંપનીઓ 25 રૂપિયા કે તેથી વધુનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કે, ડિવિડન્ડ આપનાર કંપનીઓ કઈ-કઈ છે અને હા, ચકાસજો કે ડિવિડન્ડ આપનાર કંપનીના શેર તમારા પોર્ટફોલિયોમાં છે કે નહી?

Pfizer કંપનીએ 9 જુલાઈની એક્સ-ડેટ સાથે રૂ. 35 નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ખાસ વાત તો એ કે, કંપની રૂ. 130 નું ડિવિડન્ડ પણ આપી રહી છે. હવે જોવા જઈએ તો, કંપની કુલ રૂ. 165 ડિવિડન્ડ તરીકે આપવા જઈ રહી છે.

આ ઉપરાંત, 'Bombay Oxygen Inv' નામની કંપનીએ પણ 35 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને તેની એક્સ-ડેટ મંગળવારના રોજ એટલે કે 8 જુલાઈની છે.

Ingersoll-Rand (India) એ પણ તે જ એક્સ-ડેટ પર રૂ. 25 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. બીજીબાજુ, એમફેસિસે 57 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને તેની એક્સ-ડેટ 9 જુલાઈની છે.

'LMW'એ 30 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને તેની એક્સ-ડેટ 10 જુલાઈની છે. આ ઉપરાંત અતુલ લિમિટેડે 25 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને તેના ડિવિડન્ડની એક્સ-ડેટ 11 જુલાઈની છે.

બાકીની કંપનીઓમાં JK સિમેન્ટે 15 રૂપિયા, JSW સ્ટીલે 2.8 રૂપિયા, સોલર ઇન્ડસ્ટ્રીઝે 10 રૂપિયા, ટાઇટન કંપનીએ 11 રૂપિયા, SML ઇસુઝુએ 18 રૂપિયા, એપોલો ટાયર્સે 5 રૂપિયા, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝે 4 રૂપિયા, કેન ફિન હોમ્સે 6 રૂપિયા, મહિન્દ્રા લોજિસ્ટિક્સે 2.5 રૂપિયા, નીલકમલે 20 રૂપિયા, 'UPL'એ 6 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
