ભારતમાં ક્યાં ક્યાં વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી,જાણો
ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં નાગરિકોને તેમની સરકાર પસંદ કરવાની તક મળે છે. શું તમે જાણો છો કે કેટલાક લોકો ભારતમાં રહે છે પણ મતદાન કરી શકતા નથી? તો આ વિશે વિસ્તારથી વાત કરીએ.

ભારતમાં, લોકોને પોતાની સરકાર પસંદ કરવાનો અધિકાર છે. આપણા દેશમાં, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર છે. જોકે, તમને કદાચ ખબર નહીં હોય કે આપણા દેશમાં કેટલાક લોકો એવા છે જેમને નાગરિક હોવા છતાં, મતદાન કરવાનો અધિકાર નથી.

ભારતમાં (અને સામાન્ય રીતે ઘણા લોકશાહી દેશોમાં) કેટલાક લોકો મતદાન કરી શકતા નથી. એટલે કે, તેમને મતદાન કરવાની મંજૂરી નથી અથવા નોંધણીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

ભારતનાRepresentation of the People Act, 1951 અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓના આધારે, નીચે આપેલા સંજોગોમાં વ્યક્તિને મતદાન કરવાથી રોકવામાં આવે છે.

જો કોઈની નાગરિકતા ન હોય. ટુંકમાં જે વ્યક્તિ ભારતનો નાગરિક નથી. તેથી તે મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકતો નથી અને મતદાન પણ કરી શકતો નથી.જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા અસર્થ કે માનસિક રુપથી અસ્થિર જાહેર કરવામાં આવ્યો હોય. તો તે મતદાન આપવાને પાત્ર નથી.

Representation of the People Actની કલમ 62(5) જણાવે છે કે "જે વ્યક્તિ જેલની સજા ભોગવી રહી છે અથવા પોલીસ કસ્ટડીમાં છે તે કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.

જો કોઈ વ્યક્તિ ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચાર અથવા અન્ય સંબંધિત ગુનાઓમાં દોષિત ઠરે છે, તો તેને ચોક્કસ સમયગાળા (ઘણીવાર 6 વર્ષ) માટે મતદાન કરવા માટે ગેરલાયક ઠેરવી શકાય છે.

ઘણા અન્ય ગુનાઓ અથવા કૃત્યો (જેમ કે મતદાર પ્રભાવ, નોંધણી રદ કરવાના ગુનાઓ, વગેરે) માટે કાયદામાં ખાસ હકાલપટ્ટીની જોગવાઈઓ છે જે મતદાન કરવાની પાત્રતાને અટકાવી શકે છે.

ટુંકમાં જો આપણે વાત કરીએ તો. તો જો તમે ભારતના નાગરિક નથી. તો મતદાન આપી શકતા નથી. બીજું તમારી માનસિક ક્ષમતા કાયદેસર રીતે "અક્ષમ" માનવામાં આવે છે, તો તમે મતદાન કરી શકતા નથી.જો તમે જેલમાં છો અને પોલીસ કસ્ટડીમાં હોવ તો તમે મતદાન કરી શકતા નથી. (all photo : canva)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો
