Jio યુઝર્સની મોજ ! કંપની માત્ર 51 રુપિયામાં આપી રહી અનલિમિટેડ ડેટા
રિલાયન્સ Jio એક સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે જે ઓછી કિંમતે અનલિમિટેડ ડેટા સાથે આવે છે. આ પ્લાનની કિંમત 51 રૂપિયા છે, આ પ્લાન કેટલા દિવસની વેલિડિટી આપે છે અને તેના ફાયદા શું છે? ચાલો જાણીએ.

રિલાયન્સ જિયો પાસે સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, કારણ કે કંપની લોકોને મજબૂત કનેક્ટિવિટી જ નહીં પરંતુ ગ્રાહકોને આકર્ષવા માટે શાનદાર અને ઓછી કિંમતના પ્લાન પણ ઓફર કરે છે. ત્યારે આવા જ એક પ્લાન વિશે અમે તમને જણાવી રહ્યા છે.

કંપની પાસે માત્ર 51 રૂપિયાનો શાનદાર પ્લાન છે જેના લાભ જાણી તમે ચોંકી જશો

જિયો 51 પ્લાન: રિલાયન્સ જિયોના 51 રૂપિયાના આ પ્રીપેડ પ્લાન સાથે, કંપની 4G ગ્રાહકોને 3 GB હાઇ સ્પીડ ડેટા અને 5G ફોન ચલાવતા ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટાનો લાભ આપી રહી છે.

જિયો 51 પ્લાન વેલિડિટી: આ પ્લાન ખાસ કરીને 1 મહિનાની વેલિડિટી સાથે 1.5 GB દૈનિક ડેટા પ્લાન સાથે ક્લબ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જો બેઝ પ્લાનનો ડેટા પહેલા દિવસે જ ખતમ થઈ જાય અને તમે 51 રૂપિયાનો પ્લાન ખરીદો છો, તો આ પ્લાન સાથે તમને હાલના એક્ટિવ બેઝ પ્લાન જેટલી જ વેલિડિટી (30 દિવસ) મળશે. (ફોટો- જિયો)

અનલિમિટેડ ડેટા સાથે સસ્તો પેક: રિલાયન્સ જિયોનો અમર્યાદિત ડેટા સાથેનો સૌથી સસ્તો પેક 11 રૂપિયાનો છે, આ પ્લાન 1 દિવસની માન્યતા સાથે આવે છે. તમને આ પ્લાન 10 GB ની FUP મર્યાદા સાથે મળશે. (ફોટો- જિયો)

ડેટા પેક: 51 રૂપિયાના પ્લાન ઉપરાંત, જિયો પાસે 49 રૂપિયાનો પ્લાન પણ છે જે 1 દિવસ માટે અમર્યાદિત ડેટા ઓફર કરે છે. નોંધ લો કે આ પ્લાન 25 GB ની FUP મર્યાદા સાથે આવે છે. (ફોટો- જિયો)
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો



























































