ITR ફાઈલ કર્યા પછી ‘Form 16’ ને અવગણશો નહીં ! આ એક દસ્તાવેજ તમારા 4 મહત્ત્વના કામને ક્યારેય નહીં અટકવા દે
શું તમે જાણો છો કે, ફોર્મ-16 ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નથી પરંતુ ઘણી નાણાકીય જરૂરિયાતો માટે પણ ઉપયોગી દસ્તાવેજ છે? જો તમને લાગતું હોય કે, ફોર્મ-16 કોઈ કામનું નથી, તો તમે ખોટા છો.

મોટાભાગના લોકો ફોર્મ-16 ને ફક્ત ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જ ઉપયોગી માને છે. એવામાં શું તમે જાણો છો કે, ફોર્મ-16 ફક્ત ટેક્સ દસ્તાવેજ નથી પરંતુ નાણાકીય જરૂરિયાતો માટેનું ઉપયોગી દસ્તાવેજ છે? જણાવી દઈએ કે, ફોર્મ-16 તમારી Financial Credibility સાબિત કરે છે.

ફોર્મ-16 નો ઉપયોગ ફક્ત ITR ફાઇલ કરવા માટે જ નહીં પરંતુ ચાર મોટા કામ માટે પણ થાય છે. આથી, જો તમે ફોર્મ-16 ને સુરક્ષિત રાખો છો, તો તે તમારી અડધી સમસ્યાઓ દૂર થઈ જશે.

સૌથી પહેલા તો સમજી લો કે, ફોર્મ-16 એ તમારા એમ્પ્લોયર દ્વારા ઇસ્યુ કરાયેલું સર્ટિફિકેટ છે. આમાં વાર્ષિક પગાર, ટેક્સ કપાત (TDS) અને ટેક્સ પેમેન્ટની વિગતો આપવામાં આવે છે. આને બીજી રીતે આવકનો પુરાવો પણ માનવામાં આવે છે, તેથી આ ફોર્મને સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે.

1. વિઝા એપ્લાયમાં મદદ: જો તમે વિદેશ યાત્રા, અભ્યાસ અથવા કામ માટે વિઝા એપ્લાય કરી રહ્યા છો, તો તમારે તમારી Financial Stability સાબિત કરવાની જરૂર છે. હવે આવી પરિસ્થિતિમાં ફોર્મ-16 આવકના પુરાવા તરીકે કામ કરે છે. આ ફોર્મ દર્શાવે છે કે, તમારી આવક નિયમિત છે અને તમે વિદેશ મુસાફરી કરી શકો છો, જે વિઝા પ્રોસેસને સરળ બનાવે છે.

2. લોન માટે સૌથી વિશ્વસનીય દસ્તાવેજ: ધ્યાન રાખો કે, જ્યારે તમે હોમ લોન, પર્સનલ લોન અથવા કાર લોન માટે અરજી કરો છો, ત્યારે બેંકો અથવા NBFCs જાણવા માંગે છે. આમાં તમારી આવક કેટલી છે? શું તમારી આવક નિયમિત છે? શું તમે લોન ચૂકવી શકશો? જેવા સવાલ પૂછવામાં આવે છે. આથી, જો તમારી પાસે Pay Slip અથવા બીજા કોઈ ઇન્કમ દસ્તાવેજો ન હોય, તો ફોર્મ-16 નો ઉપયોગ આવકના પુરાવા તરીકે કામ કરી શકે છે. આનાથી લોન એપ્રુવલની શક્યતા વધી જાય છે.

3. નોકરી બદલતી વખતે TDS અને Salary History જરૂરી: જો તમે નોકરી બદલો છો, તો નવી કંપની તમારા પાછલા પગાર અને ટેક્સની વિગતો માંગશે. એવામાં જો તમારી પાસે Salary Slip નથી, તો ફોર્મ-16 તમારા બધા TDS અને એન્યુઅલ ઇન્કમ વિશે સચોટ માહિતી પ્રદાન કરશે, જેનાથી તમારું જૉબ ટ્રાંઝિશન સરળ બને છે.

4. ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવા માટે પણ ઉપયોગી: ક્રેડિટ કાર્ડ આપતી કંપનીઓ ગ્રાહકની રેગ્યુલર આવકના સ્ત્રોત વિશે જાણવા માંગે છે, જેથી જાણી શકાય કે કાર્ડનું બિલ સમયસર ચૂકવી શકાય છે કે નહીં. આથી, જો તમારી પાસે Salary Slip અથવા Bank Statement ન હોય, તો 'ફોર્મ-16' આવકના મજબૂત પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે.
આ પણ વાંચો: ના તો ‘શેર ટ્રેડિંગ’ કરી શકશો અને ના તો ‘સેલેરી’ આવશે! 31 ડિસેમ્બર પહેલા આટલું કામ કરજો, નહીં તો ‘PAN Card’ બંધ થઈ જશે
