IRCTC Tour Package: વરસાદમાં પાર્ટનર સાથે રોમેન્ટિક ટુર પર જવું છે તો IRCTC ઊટીની વાદી ફરવા માટે આપી રહ્યું છે તક
જો તમે ઓગસ્ટના આહલાદક વાતાવરણમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો ઊટી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે તમે અહીં આવીને ઘણી મજા માણી શકો છો.

તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

જો તમે ઓગસ્ટની રજાઓમાં ક્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે સાઉથની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી શકો છો. આ સમયે અહીંનું હવામાન ખૂબ જ ખુશનુમા હોય છે. IRCTCએ તાજેતરમાં એક ટૂર પેકેજ પણ લોન્ચ કર્યું છે જેમાં તમને કૂર્ગથી મૈસૂર, ઊટી, બેંગ્લોર સુધી મુસાફરી કરવાનો મોકો મળશે. તો ચાલો જાણીએ કે આ પેકેજમાં કઈ કઈ સુવિધાઓ મળશે અને કેટલા પૈસા ખર્ચવા પડશે.. ( Photo Source : www.abhibus.com)

IRCTCના આ ટૂર પેકેજ હેઠળ મુસાફરો કર્ણાટક, કેરળ, બેંગલુરુ અને તમિલનાડુના પશ્ચિમ ઘાટની પણ મુલાકાત લઈ શકશે. ટૂર પેકેજ 10મી ઓગસ્ટે વિશાખાપટ્ટનમથી શરૂ થશે અને 15મી ઓગસ્ટે સમાપ્ત થશે. આ ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. જેમાં તમે ફ્લાઈટ દ્વારા મુસાફરી કરી શકશો. ( Photo Source : ootytourism.co.in)

આ IRCTC ટૂર પેકેજમાં એર ટિકિટ, 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર, 5 રાત ડીલક્સ હોટેલમાં રહેવાની સગવડ, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, IRCTC ટુર એસ્કોર્ટ સર્વિસ, ફરવા માટે વાહનની વ્યવસ્થા ઉપલબ્ધ હશે.( Photo Source :.holidify.com )

જો તમે આ ટૂર પર એકલા જાવ છો, તો તમારે આ માટે 35,210 રૂપિયા ખર્ચવા પડશે. જો બે વ્યક્તિઓ સાથે મુસાફરી કરો છે, તો તેના માટે પ્રતિ વ્યક્તિ 26,650 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.જો તમે 3 લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 25,875 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.જો તમે મુસાફરી કરતા હોવ તો તમારે બાળક માટે અલગ ફી ચૂકવવી પડશે. ( Photo Source : bontravelindia.com)