IRCTC Tour Package: શું તમે હનીમુન પર કાશ્મીર ફરવાનો પ્લાન બનાવી રહ્યો છો, તો આઈઆરસીટીસીનું આ સસ્તું પેકેજ જોઈ લો
જો તમે ફેમિલી વેકેશન પ્લાન કરી રહ્યા છો, તો કાશ્મીરની મુલાકાત લો અને તે પણ સસ્તામાં. IRCTCનું ટૂર પેકેજ તમારા ફ્લાઇટથી લઈને હોટેલ સુધીના તમામ ખર્ચને આવરી લેશે.


'જો પૃથ્વી પર ક્યાંક સ્વર્ગ છે, તો તે કાશ્મીરમાં છે, હવે જો તમારી પાસે ફેમિલી વેકેશનનો પ્લાન હોય કે પરણ્યા પછી હનીમૂન પર જવાનું હોય તો કાશ્મીરની વાદીઓ, સોનામર્ગ અને ગુલમર્ગની બરફથી ઢંકાયેલી વાદીઓ કરતાં વધુ સારી જગ્યા કઇ હોય? IRCTCનું ટૂર પેકેજ તમારી મુસાફરી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર કરવાનું કામ કરશે, જેમાં ફ્લાઈટથી લઈને હોટલ સુધીના તમામ ખર્ચને આવરી લેવામાં આવશે. (photo credit : www.herzindagi.com)

આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ 20 સપ્ટેમ્બર 2023થી શરુ થશે. આ ટુર પેકેજમાં શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં રહેવા અને ફરવાની તક મળશે. આ ટુર 5 રાત અને 6 દિવસનું રહેશે.(photo credit : thekashmirwalla.com )

આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં તમને 5 રાત અને 3 દિવસ હોટલમાં રહેવા અને ફ્લાઈટનો ખર્ચ સામેલ છે. જો તમે એક વ્યક્તિ માટે આ ટુર બુક કરાવી રહ્યા છો તો તમારે 40,450 રુપિયા ખર્ચવા પડશે. 2 લોકોના બુકિંગ માટે પ્રતિ વ્યક્તિ ખર્ચ 36,310 રુપિયા થશે. જ્યારે 3 લોકોના શેરિગ માટે ટુર પ્રતિ વ્યક્તિ 35,110 રુપિયા થશે.(photo credit : www.tripadvisor.com )

જો તમે પરિવાર સાથએ ટ્રિપ પર જઈ રહ્યા છો તો 5 થી 11 વર્ષના બાળકો માટે બેડની સાથે તમારે 27,700 રુપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચવા પડશે. તેમજ 5 થી 11 વર્ષના બાળકો માટે બેડ વગર ચાર્જ 25,340 રુપિયા થશે.(photo credit : www.tripadvisor.com )

આ ટુર પેકેજનું નામ છે. Fascinating Kashmir (EPA014), હાલમાં આ ટુર પેકેજ પટનામાં રહેનારા લોકો માટે છે. એટલે કે જો તમારે પણ આ ટુર પેકેજનો લાભ લેવો છે તો તમારે પટના જવું પડશે. પડનાથી ફ્લાઈટ 20 સપ્ટેમ્બરના રોજ શ્રીનગર જશે.(photo credit :www.tripadvisor.com )

































































