Stock Market : શું રજાના દિવસે IPO માં અરજી કરી શકાય ? રોકાણકારોએ બજારના આ નિયમ વિશે જરૂરથી જાણવું જોઈએ
શું તમે રજાના દિવસે IPO માટે અરજી કરી શકો છો? આ સવાલ દરેક રોકાણકારોના મનમાં હોય છે. એવામાં ચાલો સમજીએ કે, IPO માટે અરજી કરવાના નિયમો શું છે....

Mahamaya Lifesciences IPO (SME)- ઈશ્યૂનું કદ ₹70.44 કરોડ છે. 11 થી 13 નવેમ્બર વચ્ચે રોકાણ કરી શકાય છે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹108-114 છે, અને લોટનું કદ 1200 શેર છે. કંપની 18 નવેમ્બરે BSE SME પર લિસ્ટેડ થવાની અપેક્ષા છે.

ભારતીય શેરબજારમાં 10 નવેમ્બરથી શરૂ થતો ટ્રેડિંગ સપ્તાહ રોકાણકારો માટે મહત્વપૂર્ણ બનવાનો છે. બે કંપનીઓ, સેમ્પ્રે ન્યુટ્રિશન્સ લિમિટેડ અને વેબસોલ એનર્જી સિસ્ટમ લિમિટેડ, આ અઠવાડિયે તેમના શેર સ્પ્લિટ કરવાના છે.

'એક્સચેન્જ'માં IPO અરજી સ્વીકારવાનો સમય સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. આ ફક્ત તે દિવસો માટે લાગુ પડે છે, જ્યારે બજારો ખુલ્લા હોય છે. રજાઓ અથવા અઠવાડિયાના અંતે અરજીઓ હોલ્ડ પર રાખવામાં આવે છે અને આગામી કાર્યકારી દિવસે તેની પ્રક્રિયા કરવામાં આવે છે.

ખાસ વાત એ છે કે, તમે શનિવારે IPO ની અરજી સબમિટ કરી શકો છો. જો કે, આમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, એક્સચેન્જ શનિવારે બંધ રહે છે. આનો અર્થ એ છે કે, તમારી અરજી ફક્ત તે સમયે બેંક અથવા બ્રોકરેજ પાસે જ રહેશે અને આગામી કાર્યકારી દિવસે એટલે કે સોમવારે એક્સચેન્જને મોકલવામાં આવશે.

IPO સામાન્ય રીતે ઓછામાં ઓછા 3 વર્કિંગ દિવસ માટે ખુલ્લા રહે છે. આથી, જો શનિવાર સબ્સ્ક્રિપ્શન પીરિયડમાં આવે છે, તો તમે અરજી સબમિટ કરી શકો છો પરંતુ પ્રોસેસિંગ ફક્ત સોમવારે જ થશે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

IPO સબ્સ્ક્રિપ્શન સામાન્ય રીતે 3 થી 10 કાર્યકારી દિવસ માટે ખુલ્લા હોય છે. આનો અર્થ એ થયો કે, જો તમે IPO માં રોકાણ કરવા માંગતા હોવ, તો તમે રજાના દિવસે પણ અરજી સબમિટ કરી શકો છો પણ વાસ્તવમાં તે આગામી કાર્યકારી દિવસથી જ ગણવામાં આવે છે.
શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
