Breaking News : કોણ છે આશા ભોંસલેની પૌત્રી જનાઈ શું કરે છે? જાણો
આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે દાદીના નિધનથી દુખી છે.આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તો ચાલો જાણીએ કોણ છે આશા ભોંસલેની પૌત્રી અને શું કરે છે.

ફેમસ પ્લેબેક સિંગર આશા ભોંસલે શનિવારના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 12 એપ્રિલ રવિવારના રોજ તેનું નિધન થયું હતુ. તો ચાલો આજે જાણીએ કોણ છે આશા ભોંસલેની પૌત્રી જનાઈ અને શું કરે છે.

આશા ભોંસલ અને પૌત્રી જનાઈનું બોન્ડ સુંદર હતુ. જનાઈ આનંદ ભોંસલે અને અનુજા ભોંસલેની દીકરી છે. આશા ભોંસલેની જેમ તે સંગીતની દુનિયામાં નામ બનાવવા માંગે છે. આ સાથે જનાઈ એક્ટિંગની દુનિયામાં પણ પગ રાખવા માટે તૈયાર છે.

ઐતિહાસિક મહાગાથ ધ પ્રાઈડ ઓફ ભારત છત્રપતિ શિવાજી મહારાજમાં રાની સઈ બઈની પત્નીની ભુમિકા નિભાવવા માટે પસંદ કરવામાં આવી છે.

જનાઈ આંત્રપ્રેન્યોર પણ છે. તેમણે થોડા સમય પહેલા જનાઈ નામથી એક એપલ પ્રીમિયમ રીસેલર સ્ટોર શરુ કર્યો હતો.આશા ભોંસલે એક ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે, તે મારાથી પણ વધારે ટેલેન્ટેડ છે.

જનાઈ પણ તેની દાદી આશા ભોંસલેને ખુબ પ્રેમ કરતી હતી. આશા ભોંસલેના નિધન બાદ જનાઈએ પહેલી પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતુ કે, ગુડબાય લવ, લવ ઓફ માય લાઈફ

જનાઈ 24 વર્ષની છે. તેમણે મ હીર તેરીથી સિંગિંગ કરિયરની શરુઆત કરી હતી.

ટુંકમાં આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે એક સિંગર,મોડલ ,કથક નૃત્યાંગના તેમજ અભિનેત્રી પણ છે.જનાઈના સોશિયલ મીડિયા પર પણ ખુબ મોટો ચાહક વર્ગ છે.અંદાજે સાડા 3 લાખ લોકો તેને ફોલો કરે છે.
Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી એવા આશા ભોંસલેનુ ટુંકી માંદગીથી નિધન, જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે ? અહી ક્લિક કરો
