Breaking News : કોંગ્રેસ નેતા લલિત વસોયા નિવેદનથી વિવાદ, ચૂંટણી પંચને ગણાવ્યું ‘પાળતું શ્વાન’, જુઓ વીડિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકોટના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે.લલિત વસોયાએ સરકારી તંત્ર અને પોલીસ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે.15 એપ્રિલ એટલે કે, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે હવે સત્તાપક્ષ દ્વારા વિરોધી પાર્ટીના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા માટેનું દબાણ લાવવામાં આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને નિવેદન આપ્યું છે. લલિત વસોયાએ સરકારી તંત્ર અને પોલીસ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન છે. લલિત વસોયાએ કહ્યું ભાજપ હાર જોઈ ગયું છે. હાર થવાના ભયથી ભયભીત થયેલ ભાજપ પોલીસ તંત્રનો ઉપયોગ કરી અને કોંગ્રેસના ઉમેદવારોને ધમકવામાં આવી રહી છે.
લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું ‘પાળતું શ્વાન’
ભાજપ દ્વારા હરીફ ઉમેદવારોને લાખો રૂપિયાની લાલચ આપીને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તા મેળવવા માટે બૂટલેગરો અને ભૂમાફિયાઓ ને મેદાને ઉતર્યા છે.ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું હોવાનું પણ વસોયાનો આક્ષેપ છે. કોંગ્રેસે એમના ઉમેદવારોને સેલગાહે લઈ જવા પડ્યા છે.કોંગ્રેસના ઉમેદવારો ને પોલીસ દ્વારા દબાવી ધમકાવીને ફોર્મ પાછા ખેંચવા દબાણ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
અમિત ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષનું ડેલીગેશન ચૂંટણી આયોગની ઓફિસે પહોંચ્યું હતુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોગ્રેસ ઉમેદવાર થતી હેરાનગતિ મુદે રજુઆત કરી હતી. આ સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પડતી વિવિધ હાલાકીઓ મુદે રજુઆત કરી હતી.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ ઘારસભ્ય ગ્યાસુદીન શેખ, ડો અમીબેન યાજ્ઞિક, નિશિત વ્યાસ, સહિત અન્ય કોંગ્રેસ પક્ષના નેતાઓ પહોંચ્યા રાજ્ય ચૂંટણી આયોગની ઓફિસે પહોંચ્યા હતા.
