AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેમિકલથી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર પોલીસના દરોડા, જુઓ વીડિયો

Breaking News : કેમિકલથી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી પર પોલીસના દરોડા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2026 | 2:51 PM
Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે એક દારુની ફેક્ટરી ઝડપાય છે.બનાસકાંઠાના માંડલા ગામે દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. ફરાર આરોપી વિરુદ્ધ BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ વચ્ચે બનાસકાંઠા થરા પોલીસે માંડલા ગામે રેડ કરી નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપી છે. નકલી પનીર,ધી,દુધ બાદ હવે નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ છે. કેમિકલથી દારૂ બનાવીને બ્રાન્ડના સ્ટીકર લગાવતી હોવાનું સામે આવ્યુ છે.ફેક્ટરીમાં બેરલમાં કેમિકલ મિક્સ કરી ઇલેક્ટ્રિક ગ્લેન્ડર, મોનોબ્લોક મોટરથી દારૂ તૈયાર કરવામાં આવતો હતો.થરા પોલીસ સ્ટાફે રેડ કરી નકલી દારૂ બનાવતી મિની ફેક્ટરી ને ઝડપી લીધી દારૂ બનાવટ માટે વપરાતી મશીનરી કબજે કરવામાં આવી છે.

5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અણદા પટેલના ખેતરમાં જયેશ ઠાકોર નામનો શખ્સ ફેક્ટરી ચલાવતો હતો.જયેશજી ભાવાજી ઠાકોર દ્વારા મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પાલનપુર અને પાટણથી FSL અધિકારીઓને બોલાવ્યા હતા.તેમણે શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ લીધા છે.આરોપી જયેશ ભાવાજી ઠાકોર થરા પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટ્યો છે.પોલીસે જયેશ ઠાકોર તેની અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓની શોધખોળ શરુ કરી છે.આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

 

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">