AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અભિષેક શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 9 વર્ષ અને 79 ઈનિંગ્સમાં પહેલીવાર આવું બન્યું

SRH vs RR મેચમાં બધાની નજર અભિષેક અને વૈભવ વચ્ચેના મુકાબલા પર હતી. અભિષેકને આ મેચમાં પોતાનો દાવો રજૂ કરવાની પહેલી તક મળી, પરંતુ તે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. આ સાથે જ તેણે એક શરમજનક રેકોર્ડ પણ પોતાને નામ કર્યો.

| Updated on: Apr 13, 2026 | 9:07 PM
Share
ભારતના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા માટે 2026 ઉતાર-ચઢાવનું વર્ષ સાબિત થઈ રહ્યું છે. વર્ષની શરૂઆત પહેલા લગભગ 20 મહિના સુધી સતત વિસ્ફોટક પ્રદર્શન કર્યા પછી, અભિષેકનું બેટ આ વખતે તેનો સાથ આપી રહ્યું નથી.

1 / 6
T20 વર્લ્ડ કપ પછી, તે હવે IPL 2026 માં પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સનરાઇઝર્સ હૈદરાબાદના આ સ્ટાર ઓપનરે 0 પર સૌથી વધુ આઉટ થવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અભિષેક શર્માએ સોમવાર, 13 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સામે IPL 2026 ની 21 મી મેચમાં આ અનિચ્છનીય રેકોર્ડ હાંસલ કર્યો.

2 / 6
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ્સ વચ્ચેની આ મેચમાં યજમાન ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. આ મેચમાં ફેન્સ અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની આકમક બેટિંગ અને બંનેની ટક્કર જોવા ઉત્સુક હતા, જેમની વિસ્ફોટક બેટિંગે હલચલ મચાવી છે.

3 / 6
આ મુકાબલામાં અભિષેકને પોતાનો દાવો રજૂ કરવાની પહેલી તક મળી, પરંતુ તે નિષ્ફળ ગયો. ઇનિંગની શરૂઆત કરતા અભિષેકે પહેલા જ બોલ પર એક હાઈ કટ શોટ રમ્યો, પરંતુ બોલ બાઉન્ડ્રી પાર કરવામાં નિષ્ફળ ગયો અને ડીપ બેકવર્ડ પોઈન્ટ પર તે કેચ આઉટ થયો.

4 / 6
રાજસ્થાનના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે મેચના પહેલા જ બોલ પર તેને આઉટ કર્યો. અભિષેક આ ઇનિંગમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, જેના કારણે તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો. સતત નવમી IPL સિઝનમાં રમી રહેલો અભિષેક પાંચમી વખત શૂન્ય આઉટ થયો.

5 / 6
જોકે, તેની 79 ઇનિંગ્સની IPL કારકિર્દીમાં આ પહેલીવાર હતું જ્યારે તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ સિઝનમાં તે બીજી વાર શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ પાછલી વખતે તે બે બોલ રમ્યા પછી શૂન્ય પર પેવેલિયન પાછો ફર્યો હતો. (PC:PTI/X)

6 / 6

Breaking News : મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે રેકોર્ડ ઈનામી રકમની જાહેરાત, જાણો ચેમ્પિયન ટીમને કેટલા કરોડ મળશે

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ

આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">