Stocks Forecast 2025 : આ કંપનીના શેરમાં રોકાણ કરવાથી થઈ જશો માલામાલ ! જાણો નિષ્ણાતોએ શું આગાહી કરી
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્ટ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. Chambal Fertilisers & Chemicals Ltd કંપનીના ફોરકાસ્ટની વાત કરીએ તો એક વર્ષ દરમિયાન મહત્તમ કિંમત 620 રુપિયા થઈ શકે છે. જ્યારે ન્યૂનતમ કિંમત 516 રુપિયા થાય તેવી નિષ્ણાંતોનું કહેવું છે.

Chambal Fertilisers & Chemicals Ltd કંપનીનું 3 નિષ્ણાતે ફોરકાસ્ટ કર્યું છે. જેમાં નિષ્ણાતોએ ખરીદવા માટે સૂચના આપી છે.

તો Shriram Finance Ltdનામની કંપનીનું એક વર્ષમાં વધુમાં વધુ 950 અને ન્યૂનતમ કિંમત 586 રુપિયા થાય તેવી શક્યતા છે.

અહીં 33 નિષ્ણાંતે Shriram Finance Ltd કંપનીના શેરના ખરીદ-વેચાણ પર ફોરકાસ્ટ કર્યું છે. જેમાં 25 નિષ્ણાંતે સ્ટ્રોંગ બાય માટે જણાવ્યું છે. ત્યારે 4 નિષ્ણાતે ખરીદવા માટે કીધું છે. જ્યારે અન્ય 4 નિષ્ણાતે શેરને હોલ્ડ પર રાખવા માટે કહ્યું છે.

આ ઉપરાંત Karur Vysya Bank Ltd કંપનીનું પણ 18 નિષ્ણાત દ્વારા ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. ત્યારે એક વર્ષ દરમિયાન 325 મહત્તમ કિંમત પર પહોંચે. જ્યારે 233 રુપિયા ન્યૂનતમ કિંમત પહોંચે તેવી શક્યતા છે.

13 નિષ્ણાતના મતે Karur Vysya Bank Ltd કંપનીના શેરને સ્ટ્રોગ બાય કરવા કહ્યું છે. જ્યારે 4 નિષ્ણાતે કંપનીના શેર ખરીદવા કીધું છે.

આ તરફ Affle 3i Ltd નામની કંપનીના શેર ખરીદવા કે વેચવા તે અંગે પણ નિષ્ણાતો દ્વારા ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. જે વર્ષ દરમિયાન મહત્તમ કિંમત 2300 થાય તેવી શક્યતા છે. તેમજ ન્યૂનતમ કિંમત 1500 થાય તેવી શક્યતા છે.

અહીં 12 નિષ્ણાતે આ શેરને લઈને ફોરકાસ્ટ કર્યું છે. ત્યારે 6 નિષ્ણાતે સ્ટ્રોંગ બાય કરવા માટે કહ્યું છે. તેમજ 3 નિષ્ણાતે શેર ખરીદવા સૂચના આપી છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.