Breaking News: પ્રેમી કે પાગલ ? સાળીએ સંબંધ રાખવાની ના પાડતા યુવકે રિક્ષા ફૂંકી મારી, ગાયકવાડ હવેલીમાં ભયનો માહોલ
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા રિક્ષા સળગાવવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે, પ્રેમમાં હારેલા એક અજાણ્યા શખ્સે ઘર આંગણે પાર્ક કરેલી રિક્ષાને સળગાવી દીધી હતી.
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણના કારણે આગચંપીનો બનાવ સામે આવ્યો છે. અહીં એક અજાણ્યા શખ્સે ઘર આંગણે પાર્ક કરેલી રિક્ષાને સળગાવી દીધી હતી. આ ઘટનામાં ઢોર પકડ પાર્ટીના ‘મિલન કહાર’ પર રિક્ષા સળગાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મિલને અગાઉ મકાન અને રિક્ષા સળગાવવાની ધમકી આપી હતી તેમજ સગીરાએ પ્રેમસંબંધની ના પાડતા રોષે ભરાઈને રિક્ષા સળગાવી હોવાનો આરોપ છે. આગ લાગતા જ સ્થાનિકોએ દોડી આવીને તેના પર કાબૂ મેળવ્યો હતો. રિક્ષા સળગાવવાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
રિક્ષામાં આગ ચાંપનાર આરોપી યુવક AMCની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાનું ખુલ્યું છે. વિગતો મુજબ, રિક્ષા ચાલકની સગીર સાળીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ અગાઉ રિક્ષા અને મકાન સળગાવવાની ધમકી આપી હતી, જે બાદ મોડી રાત્રે ઘર આંગણે પાર્ક કરેલી રિક્ષાને આગ ચાંપી આરોપી ફરાર થઈ ગયો હતો. આગની જ્વાળાઓ જોઈ સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ હિંસક ઘટનાને પગલે હાલ આસપાસના રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
