Breaking News : ગાયે 2 સિંહણો સામે ભીડી બાથ! બચાવી લીધો પોતાનો જીવ, જુઓ CCTV Video
ગીર સોમનાથના ઉના તાલુકાના પાતાપુર ગામમાં ગાય અને બે સિંહણો વચ્ચેનો રોમાંચક જીવ-મરણનો જંગ CCTVમાં કેદ થયો છે, જેમાં ગાયે બહાદુરીથી પોતાનો બચાવ કર્યો.
ગીર સોમનાથ જિલ્લામાંથી એક ચોંકાવનારો અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉના તાલુકાના પાતાપુર ગામમાં બનેલી આ ઘટના ગાયના જીવન-મરણના સંઘર્ષનું જીવંત ઉદાહરણ બની છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે શિકારની શોધમાં આવેલી બે સિંહણો ગામના રહેણાંક વિસ્તારમાં પ્રવેશી હતી. ત્યાં ઊભેલી ગાય પર તેમની નજર પડી અને બંનેએ તેને પોતાનો શિકાર બનાવવા માટે પ્રયત્ન શરૂ કર્યો. શરૂઆતમાં એક સિંહણ ગાયની આસપાસ ચક્કર મારીને યોગ્ય તક શોધતી દેખાઈ રહી છે. ગાયને ખતરો સમજાતાં તેણે તરત જ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ શરૂ કર્યો.
દોઢ મિનિટ સુધી ચાલ્યો જીવન માટેનો ખેલ
થોડા જ સમયમાં બીજી સિંહણ પણ ત્યાં આવી પહોંચી અને બંનેએ ગાયને ઘેરી લીધી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં શિકાર સરળ બની જાય છે, પરંતુ અહીં દ્રશ્ય સંપૂર્ણપણે જુદું છે. ગાયે અદભૂત બહાદુરી બતાવી અને બંને સિંહણો સામે ડટીને ઊભી રહી. આશરે દોઢ મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષ દરમિયાન ગાય સતત પોતાને બચાવવા માટે પ્રયાસ કરતી રહી.
અંતે ગાયે યોગ્ય તક જોઈ અને ઝડપથી દોડીને ત્યાંથી ભાગવામાં સફળ રહી. સિંહણોએ થોડું અંતર સુધી તેનો પીછો કર્યો, પરંતુ ગાયની ઝડપ અને હિંમત સામે તેઓ નિષ્ફળ રહ્યા અને શિકાર છોડીને પાછી વળી ગયા.
CCTV વિડીયો
આ સમગ્ર ઘટના ગામમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ, જેના કારણે આ દ્રશ્યો હવે લોકો સુધી પહોંચ્યા છે. આ બનાવ બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સિંહણોના રહેણાંક વિસ્તારમાં પ્રવેશના બનાવો વધી રહ્યા છે.
વન્યજીવન અને માનવ વસાહત વચ્ચે વધતા સંપર્કને કારણે આવી ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે. આ ઘટના માત્ર એક વીડિયો નથી, પરંતુ તે દર્શાવે છે કે સંકટની ઘડીમાં કોઈપણ પ્રાણી પોતાની જાન બચાવવા માટે કેટલી હિંમત દાખવી શકે છે.
01 એપ્રિલના મહત્વના સમાચાર: આજથી નવો આવકવેરા અધિનિયમ 2025 થયો લાગુ,નોકરીયાત વર્ગ માટે HRAના નવા નિયમો લાગુ
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

