AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમીન નીચે છુપાયેલું છે સોનું જ સોનું ! ભારતને ‘ગોલ્ડ પાવર’ બનાવશે આ 7 રહસ્યમય જગ્યા, જે બદલી નાખશે આખા દેશનું નસીબ

ભારત વર્ષોથી 'સોનાની ચકલી' તરીકે ઓળખાય છે પરંતુ શું તમે જાણો છો કે, આજે પણ આપણી ધરતીના પેટાળમાં સોનાનો અબજોનો ખજાનો છુપાયેલો છે? હાલમાં જ સામે આવેલા રિપોર્ટ્સ મુજબ, ભારત પાસે હજારો ટન સોનાના સંસાધનો છે, જે દેશની કિસ્મત બદલવાની તાકાત રાખે છે.

| Updated on: Apr 01, 2026 | 6:24 PM
Share
ભારત ખનિજ સંસાધનોથી સમૃદ્ધ દેશ છે અને અહીં સોનાના ભંડાર પણ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ભારત પાસે હજારો ટન સોનાના સંસાધનો છે  પરંતુ તેમાંથી ખૂબ જ ઓછા હિસ્સાનું ખોદકામ (Mining) થઈ શક્યું છે. આ જ કારણ છે કે,  દેશમાં ગોલ્ડ માઇનિંગની હજુ પણ ઘણી શક્યતાઓ રહેલી છે.

1 / 8
કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (KGF): કર્ણાટકમાં આવેલી આ ભારતની સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક સોનાની ખાણ છે. તેની શરૂઆત અંગ્રેજોએ 19મી સદીના અંતમાં કરી હતી અને તે વર્ષ 2001માં બંધ થઈ ગઈ હતી. આ ખાણ વિશ્વની સૌથી ઊંડી ખાણોમાં ગણાતી હતી, જ્યાં ખાણિયાઓએ 3 કિલોમીટરથી વધુ ઊંડાઈ સુધી જવું પડતું હતું. અહીંથી લાંબા સમય સુધી મોટાપાયે સોનું કાઢવામાં આવ્યું હતું પરંતુ બાદમાં વધતા ખર્ચ અને ઘટતા ઉત્પાદનને કારણે તેને બંધ કરવી પડી હતી.

2 / 8
હુટ્ટી ગોલ્ડ માઇન્સ: કર્ણાટકના રાયચુર જિલ્લામાં આવેલી આ ખાણ અત્યારના સમયમાં ભારતની સૌથી મુખ્ય કાર્યરત (Active) સોનાની ખાણ માનવામાં આવે છે. તેનું સંચાલન 'હુટ્ટી ગોલ્ડ માઇન્સ કંપની લિમિટેડ' કરે છે. અહીં દર વર્ષે મર્યાદિત માત્રામાં પણ નિયમિતપણે સોનાનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં ખોદકામનો ઇતિહાસ ઘણો જૂનો માનવામાં આવે છે અને અહીં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

3 / 8
સોનભદ્ર: ઉત્તર પ્રદેશનો આ જિલ્લો વર્ષ 2020માં સોનાના સંભવિત મોટા ભંડારના સમાચારોને કારણે ચર્ચામાં આવ્યો હતો. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીં ઘણી જગ્યાએ સોના સાથે જોડાયેલા સંસાધનોની ઓળખ કરી હતી. એવામાં પાછળથી સ્પષ્ટ થયું હતું કે, આ એક અનુમાનિત સંસાધન છે, તેને તરત જ ખોદકામ યોગ્ય રિઝર્વ માનવું જોઈએ નહીં. તેમ છતાં, ભવિષ્યમાં ખોદકામની દ્રષ્ટિએ આ વિસ્તાર મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

4 / 8
ગણજુર ગોલ્ડ પ્રોજેક્ટ: આ કર્ણાટકની સોનાની ખાણ છે, જેને 'ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ' દ્વારા વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને લઈને ઘણા વર્ષોથી પર્યાવરણીય અને વહીવટી મંજૂરી મળવાની આશા રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી અહીં મોટાપાયે ઉત્પાદન શરૂ થઈ શક્યું નથી પરંતુ તેને ભવિષ્યની મહત્વની યોજનાઓમાં ગણવામાં આવે છે.

5 / 8
જોન્નાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ: આંધ્રપ્રદેશમાં આવેલો આ એક આધુનિક ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ છે. આ પણ ડેક્કન ગોલ્ડ માઇન્સ સાથે જોડાયેલો છે અને અહીં ઓપન-પિટ (ખુલ્લી ખાણ) ટેકનોલોજીથી ખોદકામની યોજના બનાવવામાં આવી છે. તાજેતરમાં આ પ્રોજેક્ટ પર કામ તેજ થયું છે અને તેને ભારતમાં ગોલ્ડ પ્રોડક્શન વધારવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

6 / 8
લાવા (લાવા બેલ્ટ): ઝારખંડના ચાંડિલમાં આવેલી આ ખાણને પણ સોનાની સંભવિત ખાણ તરીકે જોવામાં આવે છે. અહીં હજુ મોટાપાયે ખોદકામ શરૂ થયું નથી પરંતુ પ્રાથમિક સર્વે જણાવે છે કે,  આ વિસ્તારમાં સોના સહિત અનેક ખનિજો હોઈ શકે છે. ભવિષ્યમાં ટેકનોલોજી અને રોકાણ મળતા આ વિસ્તાર પણ મહત્વનો બની શકે છે.

7 / 8
રામાગીરી ગોલ્ડ ફીલ્ડ્સ: આંધ્રપ્રદેશમાં આવેલી આ એક જૂની સોનાની ખાણ છે, જ્યાં અંગ્રેજોના સમયમાં ખોદકામ કરવામાં આવતું હતું. જો કે, પાછળથી તે બંધ થઈ ગઈ હતી પરંતુ મિનરલ એક્સપ્લોરેશન એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડે અહીં ફરીથી શક્યતાઓ શોધવાનું કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે, આ વિસ્તારમાં હજુ પણ સોનાની સાથે અન્ય ખનિજો ઉપલબ્ધ છે.

8 / 8

આ પણ વાંચો: યુદ્ધના ફફડાટ વચ્ચે રોકાણ ક્યાં કરવું ? જો તમારી પાસે ₹1 લાખ હોય, તો આ 3 જગ્યાએ પૈસા લગાવો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">