AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના, ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર

Breaking News : ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના, ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર

| Updated on: Apr 01, 2026 | 6:04 PM
Share

ગુજરાતમાં 4 એપ્રિલ સુધી અચાનક હવામાન ફેરફારને કારણે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ખાસ ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતાઓ ઊભી થઈ છે. હવામાન વિભાગે 4 એપ્રિલ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ દરમિયાન વાતાવરણમાં અચાનક બદલાવ આવી રહ્યો છે અને તાપમાનમાં પણ ફેરફાર નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પ્રભાવથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. અહીં ગાજવીજ સાથે વરસાદ અને પવનની ગતિ વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ વિસ્તારોમાં અચાનક પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે ખેતીને નુકસાન થવાની ભીતિ છે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મેહસાણા, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ સહિત અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુરમાં એલર્ટ અપાયું છે. તો. દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમન, દાદરાનગર હવેલી સહિત. દક્ષિણ ગુજરાતમાં તમામ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા સાથે દરિયાકાંઠે રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા માટે જણાવાયું છે. માછીમારોને દરિયામાં ન જવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં સ્થિતિ પર નજર રાખવાની અને તાજેતરના અપડેટ્સ અનુસાર પગલાં લેવાની સલાહ આપી છે. લોકોને સાવચેતી રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">