AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સોનું બચાવનાર જ હવે સોનું વેચી રહ્યા છે! કેમ રાતોરાત બજારમાંથી ગાયબ થઈ ગઈ હજારો ટન સોનાની માગ?

સોનાના ભાવમાં આવેલી તાજેતરની ભારે ગિરાવટ પાછળ માત્ર વ્યાજદર નહીં પણ સેન્ટ્રલ બેંકોની મજબૂરી જવાબદાર છે. જે દેશો અત્યાર સુધી સોનાના સૌથી મોટા ખરીદનાર હતા, હવે તેઓ જ સેંકડો ટન સોનું બજારમાં વેચી રહ્યા છે.

| Updated on: May 23, 2026 | 6:32 PM
Share
સોનાની દીવાલ તૂટી, રક્ષક જ બન્યા ભક્ષક!: અત્યાર સુધી દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દર વર્ષે 1,000 ટન સોનું ખરીદીને ભાવને ટેકો આપતી હતી. રોકાણકારોને ભરોસો હતો કે ગમે તે થાય, આ બેંકો સોનું પડવા નહીં દે. પણ એપ્રિલ 2026 આવતા સુધીમાં વાર્તા બદલાઈ ગઈ છે. હવે આ જ બેંકો પોતાની તિજોરીમાંથી સોનું કાઢીને બજારમાં વેચવા મજબૂર થઈ છે, જેના કારણે સોના પર દબાણ વધ્યું છે.

1 / 5
તુર્કીની મજબૂરી: લીરાને બચાવવા 60 ટન સોનું હોમ્યું!: મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે તેલ મોંઘું થયું અને ડોલર મજબૂત બન્યો. પરિણામે તુર્કીની કરન્સી 'લીરા' ગગડવા લાગી. પોતાની કરન્સીને બચાવવા અને મોંઘવારી રોકવા માટે તુર્કીએ મજબૂરીમાં 60 ટન સોનું (આશરે 8 અબજ ડોલર) વેચી દીધું. આ વેચાણ નફો કમાવવા નહીં પણ દેશની આર્થિક સ્થિતિ સંભાળવા માટે થયું છે, જેની સીધી અસર વૈશ્વિક ભાવ પર પડી છે.

2 / 5
પોલેન્ડ અને રશિયાની એન્ટ્રી: ઈંટો બહાર નીકળી!: પોલેન્ડ જે સૌથી મોટો ખરીદનાર હતો, તેણે હવે 13 અબજ ડોલરનું સોનું વાપરવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, રશિયાએ યુદ્ધના ચોથા વર્ષના ખર્ચને પહોંચી વળવા માટે 25 વર્ષમાં પહેલીવાર પોતાની તિજોરીમાંથી અસલી 'ગોલ્ડ બ્રિક્સ' (સોનાની ઈંટો) કાઢીને વેચવાનું શરૂ કર્યું છે. માત્ર બે મહિનામાં જ રશિયાએ 14 ટન સોનું બજારમાં ઠાલવી દીધું છે.

3 / 5
$5,596 થી સીધા $4,428 પર: 21% નો મોટો કડાકો!: જાન્યુઆરી 2026 માં સોનું 5,596 ડોલરની ઐતિહાસિક સપાટી પર હતું, જે 31 માર્ચ સુધીમાં ઘટીને 4,428 ડોલર પર આવી ગયું છે. એટલે કે માત્ર ત્રણ મહિનામાં ભાવમાં 21% નો ઘટાડો નોંધાયો છે. એક્સપર્ટ્સના મતે જ્યાં સુધી આ મજબૂરીનું વેચાણ ચાલુ રહેશે, ત્યાં સુધી ભાવમાં ઉછાળો આવવો મુશ્કેલ છે. ટેકનિકલ ચાર્ટ પર પણ સોનું હાલ નબળું દેખાઈ રહ્યું છે.

4 / 5
હવે આગળ શું? ત્રણ મોટા એન્ગલ: સોનાનું ભવિષ્ય હવે તેલ અને ડોલર પર ટકેલું છે. જો તેલ સસ્તું થાય અને ડોલર નબળો પડે, તો સોનું ફરી $5,000 ને પાર કરી શકે છે. પરંતુ જો તુર્કી અને રશિયા જેવી બેંકો વેચાણ ચાલુ રાખશે, તો ભાવ $4,000 ની નીચે પણ જઈ શકે છે. હાલમાં સોનામાં સપ્લાય અચાનક વધી ગઈ છે, જે ટૂંકા ગાળા માટે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

5 / 5

Breaking News: Mutual Fund Giftcard : હવે શુકનમાં આપી શકાશે મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કાર્ડ ; સેબીનો મોટો પ્લાન, જાણો કેવી રીતે મિત્રો કે સગા-સંબંધીઓને ભેટ આપી શકાશે

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'

રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'

ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો

અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ

શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ

જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન

જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video

3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ

g clip-path="url(#clip0_868_265)">