AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુદ્ધ છોડો… હવે મેદાનમાં વેદાંતા Vs અદાણી ! જેપી ગ્રુપના ‘સામ્રાજ્ય’ માટે સુપ્રીમ કોર્ટમાં જંગ

બિઝનેસ જગતમાં અત્યારે જેપી ગ્રુપના (JAL) માલિકી હક માટે અદાણી અને વેદાંતા આમને-સામને આવી ગયા છે. જેપી ગ્રુપના અધિગ્રહણ માટે વેદાંતા ગ્રુપે અદાણી કરતા ₹2,500 કરોડ જેટલી ઊંચી બોલી લગાવી હોવા છતાં લેણદારોએ અદાણી ગ્રુપના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી નારાજ થઈને વેદાંતા ગ્રુપે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

| Updated on: Mar 31, 2026 | 4:33 PM
Share
અનિલ અગ્રવાલના વેદાંતા ગ્રુપે ગૌતમ અદાણીના 'અદાણી ગ્રુપ' દ્વારા જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ (JAL) ના ટેકઓવર પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ પગલા સાથે, દેવા હેઠળ દબાયેલી જેપી ગ્રુપની મુખ્ય કંપનીની ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ સામેનો કાયદાકીય પડકાર વધુ તેજ બન્યો છે.

1 / 8
આ પગલું એવા સમયે આવ્યું છે, જ્યારે અગ્રવાલે રવિવારે જાહેરમાં દાવો કર્યો હતો કે, વેદાંતાને અગાઉ JAL માટે 'હાઈએસ્ટ બિડર' (સૌથી વધુ બોલી લગાવનાર) જાહેર કરવામાં આવી હતી અને તે અંગે લેખિત પુષ્ટિ પણ મળી હતી. જો કે, બાદમાં કોઈ સ્પષ્ટતા કર્યા વગર આ નિર્ણય બદલી નાખવામાં આવ્યો હતો.

2 / 8
સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં અગ્રવાલે જણાવ્યું હતું કે, બિડિંગ પ્રોસેસ "પારદર્શક" હતી અને ઇન્સોલ્વન્સીની કાર્યવાહી દરમિયાન વેદાંતાને "જાહેરમાં હાઈએસ્ટ બિડર જાહેર કરવામાં આવી હતી." તેમણે ઉમેર્યું કે, "અમને લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે, અમે જીત્યા છીએ." જો કે, પરિણામ પાછળથી બદલાઈ ગયું. તેમણે આના કારણોની વિગતો આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે યોગ્ય કાનૂની મંચ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

3 / 8
જૂન 2024 માં ₹57,000 કરોડથી વધુની લોન ડિફોલ્ટ થયા બાદ ઇન્સોલ્વન્સી માટે સ્વીકારવામાં આવેલી JAL માટે વેદાંતા અને અદાણી ગ્રુપ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. અપીલીય ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરાયેલા આંકડા મુજબ, વેદાંતાએ ₹16,726 કરોડની ઓફર કરી હતી, જે અદાણી એન્ટરપ્રાઇઝિસની ₹14,535 કરોડની બિડ કરતા વધુ હતી.

4 / 8
જો કે, લેણદારોની સમિતિ (CoC) એ અંતે અદાણીની બિડને મંજૂરી આપી હતી, જેને પાછળથી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું. વેદાંતાએ આ નિર્ણયને નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (NCLAT) માં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે, તેની ઊંચી બોલીને પ્રાધાન્ય આપવું જોઈતું હતું.

5 / 8
ગયા અઠવાડિયે સુનાવણી દરમિયાન, NCLAT એ અદાણીના રિઝોલ્યુશન પ્લાનને મળેલી NCLT ની મંજૂરી પર વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને ધિરાણકર્તાઓ પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલાની વધુ સુનાવણી એપ્રિલમાં થવાની છે. વેદાંતા રિઝોલ્યુશન પ્લાનની માન્યતા અને CoC તથા નિર્ણાયક સત્તાધિકારી દ્વારા અનુસરવામાં આવેલી પ્રક્રિયા એમ બંને પર સવાલ ઉઠાવતી ઘણી અપીલો દાખલ કરી છે. ધિરાણકર્તાઓએ તેમના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું છે કે, ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં 'ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ' (IBC) હેઠળના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. તેઓએ દલીલ કરી હતી કે, રિઝોલ્યુશન પ્લાનની પસંદગી માત્ર સૌથી વધુ નાણાકીય ઓફર પર આધારિત નથી પરંતુ અપફ્રન્ટ કેશ (તાત્કાલિક રોકડ), અમલીકરણની શક્યતા અને ચુકવણીની સમયમર્યાદા જેવા પરિબળો પર પણ આધારિત છે.

6 / 8
CoC (Committee of Creditors) ના જણાવ્યા અનુસાર, અદાણીના પ્રસ્તાવને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, કારણ કે તેમાં આશરે ₹6,000 કરોડની તાત્કાલિક રોકડ ચુકવણી અને બે વર્ષની અંદર ઝડપી ચુકવણીનું શેડ્યૂલ હતું, જેની સરખામણીમાં વેદાંતાની ચુકવણીની અવધિ પાંચ વર્ષ સુધી લંબાયેલી હતી. લેણદારોએ વેદાંતાની સુધારેલી ઓફરને પણ ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે, તે બિડિંગ વિન્ડો બંધ થયા પછી સબમિટ કરવામાં આવી હતી તેમજ તેને સ્વીકારવા માટે આખી પ્રક્રિયા ફરીથી શરૂ કરવી પડે તેમ હતી. એવામાં અગ્રવાલે કહ્યું કે, વેદાંતાને આ સંપત્તિ સાથે "કોઈ મોહ" નથી અને તેઓ નિયત પ્રક્રિયા (Due process) નું પાલન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટનાએ તેમને જેપી ગ્રુપના સ્થાપક જયપ્રકાશ ગૌર સાથેની ભૂતકાળની વાતચીતની યાદ અપાવી દીધી, જેમણે ગ્રુપની અસ્કયામતો જવાબદારીપૂર્વક આગળ વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. અગ્રવાલે કહ્યું, "જો તે આવે છે, તો તે ઈશ્વરની કૃપા છે. જો તે જાય છે, તો તે પણ તેની ઈચ્છા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "ધર્મ" ને અનુરૂપ કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ પાછી ખેંચવી જોઈએ નહીં.

7 / 8
JAL રિયલ એસ્ટેટ, સિમેન્ટ, હોસ્પિટાલિટી, પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે. આમાં નોઈડા અને ગ્રેટર નોઈડામાં જેપી ગ્રીન્સ પ્રોજેક્ટ્સ તેમજ આગામી જેવર એરપોર્ટ પાસે જેપી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સિટી જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

8 / 8

આ પણ વાંચો: મોંઘું તેલ, મોંઘો સામાન… છતાં આ 5 શેરમાં કમાણીની તક, ₹400 થી ₹7000 સુધીના ટાર્ગેટ્સ

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video

જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">