AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pink Moon 2026 : 1 એપ્રિલે આકાશમાં દેખાશે ‘પિંક મૂન’, જાણો બ્લડ મૂનથી કેટલું અલગ છે આ દૃશ્ય

1 એપ્રિલે દેખાનાર પિંક મૂન એક સામાન્ય પૂર્ણિમા છે, જ્યારે બ્લડ મૂન એક દુર્લભ વૈજ્ઞાનિક ઘટના છે જેમાં ચાંદ લાલ દેખાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2026 | 3:50 PM
Share
આકાશના અદભૂત દૃશ્યોમાં ચાંદની ઘટનાઓ હંમેશા લોકોમાં ઉત્સુકતા જગાવે છે. 1 એપ્રિલ 2026ના રોજ આકાશમાં ‘પિંક મૂન’ દેખાવાનો છે, જેને લઈને ઘણા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, તેના નામને કારણે ઘણી વાર લોકો ભ્રમમાં પડી જાય છે અને તેને ‘બ્લડ મૂન’ જેવી ઘટના માની લે છે. હકીકતમાં, આ બે ઘટનાઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે.

1 / 7
‘પિંક મૂન’ નામ સાંભળતા એવું લાગે કે આ દિવસે ચાંદનો રંગ ગુલાબી દેખાશે, પરંતુ હકીકતમાં એવું નથી. પિંક મૂન માત્ર એપ્રિલ મહિનાની પૂર્ણિમાને આપેલું એક પરંપરાગત નામ છે. આ નામનું મૂળ ઉત્તર અમેરિકામાં જોવા મળતા ‘ગ્રાઉન્ડ ફ્લોક્સ’ નામના જંગલી ફૂલોમાં છે, જે વસંત ઋતુ દરમિયાન ગુલાબી રંગમાં ખીલે છે. એટલે આ પૂર્ણિમાને ‘પિંક મૂન’ કહેવામાં આવે છે. આ એક સાંસ્કૃતિક નામ છે, વૈજ્ઞાનિક રીતે ચાંદના રંગમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી.

2 / 7
પિંક મૂનથી વિપરીત, ‘બ્લડ મૂન’ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક ઘટના છે. તે ત્યારે બને છે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. આ સમયે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને ચાંદ પર સીધી સૂર્યકિરણો પહોંચતી નથી. આ પરિસ્થિતિમાં ચાંદનો રંગ લાલ અથવા તાંબા કલરનો દેખાય છે, જેને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે. આ દૃશ્ય ખૂબ જ દુર્લભ અને આકર્ષક હોય છે.

3 / 7
બ્લડ મૂન દરમિયાન ચાંદ લાલ કેમ દેખાય છે તે પાછળ ‘રેલે સ્કેટરિંગ’ નામની પ્રક્રિયા જવાબદાર છે. જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થાય છે, ત્યારે નાના તરંગલંબાઈના રંગો વિખેરાઈ જાય છે. જ્યારે લાંબા તરંગલંબાઈના લાલ રંગના કિરણો વળી જઈને ચાંદ પર પડે છે, ત્યારે ચાંદ લાલ દેખાય છે. આ જ કારણ છે કે બ્લડ મૂન દરમિયાન ચાંદનો રંગ ખૂબ જ અલગ અને અનોખો લાગે છે.

4 / 7
પિંક મૂન દર વર્ષે એપ્રિલમાં જોવા મળે છે અને તે માત્ર નામરૂપે ખાસ છે. તે સામાન્ય પૂર્ણિમા જેવો જ દેખાય છે. જ્યારે બ્લડ મૂન એક દુર્લભ ઘટના છે, જે સામાન્ય રીતે 1.5 થી 3 વર્ષમાં એક વખત જોવા મળે છે. કેટલીકવાર વર્ષોમાં ઘણી વાર થાય છે. બ્લડ મૂનનું દૃશ્ય ખાસ કરીને ફોટોગ્રાફર્સ અને સ્કાય લવર્સ માટે ખૂબ જ આકર્ષક હોય છે.

5 / 7
પિંક મૂનનું મહત્વ મુખ્યત્વે સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલું છે, જે ઋતુ બદલાવ અને કુદરતી ઘટનાઓ પર આધારિત છે. બીજી તરફ, બ્લડ મૂન સંપૂર્ણપણે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના ચોક્કસ ગોઠવણી (alignment) પર આધારિત એક વૈજ્ઞાનિક ઘટના છે.

6 / 7
‘પિંક મૂન’ અને ‘બ્લડ મૂન’ બંને ચાંદ સાથે જોડાયેલી ઘટનાઓ છે, પરંતુ તેમની પાછળનો અર્થ અને વિજ્ઞાન સંપૂર્ણપણે અલગ છે. 1 એપ્રિલે દેખાનાર પિંક મૂન એક સુંદર પૂર્ણિમા હશે, જ્યારે બ્લડ મૂન એક દુર્લભ અને વૈજ્ઞાનિક રીતે વિશેષ ઘટના છે. તેથી આકાશ નિહાળતા સમયે આ તફાવત જાણવો મહત્વપૂર્ણ છે, જેથી તમે આ અદ્ભુત દૃશ્યોનો સાચો આનંદ માણી શકો.(All Images Credit- Social Media)

7 / 7

Summer Hair Care : શેમ્પૂ વગર પણ ચિપચિપા વાળને બનાવો તરત ફ્રેશ, જુઓ આ 5 સરળ રીતો

Follow Us
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video

PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ

નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video

ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા

રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો

હાઇ કેલરીવાળા આહાર લેવાનું ટાળો, ઉત્સાહ તમને ફળદાયી દિવસ તરફ દોરી જશે

અસારવા હિંસક અથડામણ નાળિયેરના ભાવે લોહી રેડ્યું

કાલોલની MM ગાંધી કોલેજમાં ખોટું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ અટવાયા

શું મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું છે?

એપ્રિલની શરૂઆતમાં જ રાજ્યમાં માવઠાના એંધાણ

g clip-path="url(#clip0_868_265)">