AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવેની નવી સુવિધા, હવે ઓનલાઇન કેવી રીતે બુક થશે એકસ્ટ્રા લગેજ? કેટલું ભાડું થશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

ભારતીય રેલવેએ સ્ટેશન પર મુસાફરોની દોડધામ ઘટાડવા માટે ઓનલાઇન લગેજ બુકિંગ સર્વિસ શરૂ કરી છે. કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો હવે ઘરે બેઠા વધારાનો લગેજ બુક કરી શકશે.

રેલવેની નવી સુવિધા, હવે ઓનલાઇન કેવી રીતે બુક થશે એકસ્ટ્રા લગેજ? કેટલું ભાડું થશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Image Credit source: parcel.indianrail
| Updated on: Aug 02, 2026 | 4:58 PM
Share

ભારતીય રેલવેએ સ્ટેશન પર મુસાફરોની દોડધામ અને પરેશાની ઘટાડવા માટે ઓનલાઇન લગેજ બુકિંગ સુવિધા શરૂ કરી દીધી છે. આ સર્વિસ માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મળશે. ટિકિટ બુકિંગની સાથે શરૂ કરવામાં આવેલી વધારાના સામાનને ડિક્લેર અને બુક કરવાની ઓનલાઇન સુવિધાથી મુસાફરોને રેલવે સ્ટેશન પર પાર્સલ ઓફિસની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આ કદમનો હેતુ કાગળની કામગીરી ખતમ કરવાનો અને મુસાફરોનો સમય બચાવવાનો છે. આનાથી દેશભરના મોટા રેલવે સ્ટેશનો પર થતી બિનજરૂરી ભીડમાંથી રાહત મળશે.

રેલવેએ આ ઓનલાઇન સર્વિસ 31 જુલાઈથી શરૂ કરી દીધી છે. રેલવે બોર્ડ દ્વારા આ સર્વિસ શરૂ કરવા માટે તમામ ઝોનલ રેલવેને પત્ર દ્વારા પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે. આ ઓનલાઇન સુવિધાનો લાભ માત્ર એ જ મુસાફરો ઉઠાવી શકશે, જેમના ટિકિટ કન્ફર્મ હશે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે આ સર્વિસનો લાભ લઈ શકો છો?

ઓનલાઇન કેવી રીતે બુક થશે વધારાનો સામાન?

  1. સૌથી પહેલા રેલવેની સામાન સંબંધિત ઓફિશિયલ વેબસાઇટ www.parcel.indianrail.gov.in પર જાવ.
  2. અહીં તમારે ટ્રેન નંબર, યાત્રાની શરૂઆત, ગંતવ્ય સ્ટેશન (પહોંચવાનું સ્થળ) અને પાર્સલ સાથે જોડાયેલી વિગતો નોંધવાની રહેશે.
  3. આ પ્રક્રિયા પછી પોર્ટલ તમને આપમેળે (ઓટોમેટિક) અંદાજિત ભાડું બતાવી દેશે.
  4. મુસાફરો ઓનલાઇન અરજીની પ્રિન્ટ લઈને સ્ટેશન પર સામાનના વજનનું ફાઇનલ વેરિફિકેશન કરાવી શકે છે.
  5. પેમેન્ટ કર્યા પછી મળતી રસીદથી ગંતવ્ય સ્થાન પર સામાન મેળવી શકાશે.
  6. સાથે જ, ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ સર્વિસ અને SMS દ્વારા સામાનનું લાઈવ લોકેશન પણ જાણી શકાશે.

કેટેગરી મુજબ સામાન લઈ જવાની મર્યાદા

રેલવેએ દરેક ક્લાસના મુસાફરો માટે ફ્રી અને મહત્તમ સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરી છે:

  • સેકન્ડ ક્લાસ (જનરલ): 35 કિલો ફ્રી અને વધારાના ચાર્જ સાથે 70 કિલો સુધી સામાન લઈ જઈ શકાય છે.
  • સ્લીપર ક્લાસ: ફ્રી મર્યાદા 40 કિલો અને મહત્તમ 80 કિલો છે.
  • એસી 3-ટાયર અને એસી ચેર કાર: ફ્રી અને મહત્તમ મર્યાદા 40 કિલો રાખવામાં આવી છે, અહીં વધારાના સામાનની મંજૂરી નથી.
  • ફર્સ્ટ એસી: 70 કિલો ફ્રી અને મહત્તમ 150 કિલો સુધીની મર્યાદા છે.
  • સેકન્ડ એસી: 50 કિલો ફ્રી અને મહત્તમ 100 કિલો સુધી સામાન લઈ જઈ શકાય છે.

ન્યૂનતમ અંતર અને ચાર્જ સંબંધિત નિયમો

વધારાના સામાન પર સ્ટાન્ડર્ડ લગેજ રેટ કરતાં દોઢ ગણો (1.5 ગણો) ચાર્જ લેવામાં આવશે. ઓછામાં ઓછો 30 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આની ગણતરી 10 કિલોના સ્લેબમાં કરવામાં આવશે. આ સિવાય, ભાડાની ગણતરી માટે મિનિમમ 50 કિલોમીટરના અંતરનો નિયમ લાગુ પડશે.

કેન્દ્ર સરકારની રાજ્યોને મોટી ભેટ…! 1.09 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા, વિકાસ કાર્યોને મળશે ઝડપ- જાણો કયા રાજ્યને કેટલું મળ્યું

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">