AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર… હવે સ્ટેડિયમમાં વગર ટિકિટે Free માં જોઈ શકાશે ‘ટેસ્ટ મેચ’

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી 2 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા ક્રિકેટ ફેન્સ માટે મોટા ખુશખબર સામે આવ્યા છે. વાત એમ છે કે, હવે ફેન્સ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર સીધા સ્ટેડિયમમાં જઈને Free માં ટેસ્ટ સિરીઝનો રોમાંચ માણી શકશે.

| Updated on: Aug 08, 2026 | 2:36 PM
Share
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા શ્રીલંકા ક્રિકેટે ફેન્સને મોટી ભેટ આપી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, આ સિરીઝની બંને ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં બેસીને જોવા માટે કોઈની પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવશે નહીં.

1 / 6
સિરીઝની શરૂઆત 15 ઓગસ્ટ 2026 થી થઈ રહી છે. પહેલી ટેસ્ટ ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 15 થી 19 ઓગસ્ટ સુધી રમાશે. બીજો મુકાબલો 23 થી 27 ઓગસ્ટ સુધી કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર થશે. બોર્ડે કહ્યું છે કે, બંને મેદાનમાં દર્શકો ટિકિટ વગર એન્ટ્રી કરી શકશે.

2 / 6
મીડિયા રિપોર્ટ અનુસાર, ગાલેમાં ક્રિકેટ ફેન્સ ગેટ નંબર 4 થી અંદર આવી શકશે. બીજી તરફ કોલંબોના એસએસસીમાં ગેટ 3, 4, 5 અને 7 દર્શકો માટે ખોલવામાં આવશે. બોર્ડે ખાસ કરીને પરિવારો, શાળાના બાળકો અને યુવા ક્રિકેટરોને મેદાનમાં આવીને ટેસ્ટ ક્રિકેટની મજા માણવા માટે આમંત્રણ આપ્યું છે.

3 / 6
ભારત-શ્રીલંકા મેચમાં શ્રીલંકન દર્શકોનો ઉત્સાહ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ આખા 5 દિવસ ટીમનો ઉત્સાહ વધારે છે. છેલ્લી વાર જ્યારે બંને ટીમ સામસામે હતી, ત્યારે સ્ટેડિયમ હાઉસફુલ જોવા મળ્યા હતા. હવે જ્યારે 'Entry Free' કરી દેવામાં આવી છે તો આશા છે કે, આ વખતે ભીડનો રેકોર્ડ તૂટી શકે છે.

4 / 6
હાલમાં બંને ટીમ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે, જેનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે. જો કે, અસલી જંગ 15 ઓગસ્ટથી શરૂ થશે, જે World Test Championship નો ભાગ પણ છે. છેલ્લી વાર જ્યારે ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે યજમાન ટીમે વન-ડે સિરીઝ 2-0 થી પોતાના નામે કરી હતી.

5 / 6
શ્રીલંકાને ભારત સામે આ જીત વર્ષ 1997 પછી મળી હતી. તે પરિણામથી લંકાના ઉત્સાહમાં વધારો થયો છે અને આ વખતે પણ તેઓ ઘરઆંગણે એવું જ પ્રદર્શન પુનરાવર્તિત કરવા માંગશે. ટેસ્ટ ક્રિકેટને ફરીથી સ્ટેડિયમ સુધી લાવવા માટે એસએલસીનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ફ્રી એન્ટ્રીથી માત્ર ફેન્સને જ ફાયદો થશે એવું નથી પરંતુ નવા ફેન્સ પણ મેદાન સુધી પહોંચશે.

6 / 6

ટીમ ઈન્ડિયાના ખેલાડીએ 7 વર્ષ મોટી અભિનેત્રી સાથે કર્યા લગ્ન, અર્શદીપ સિંહે શેર કર્યા ફોટો

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">