AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 વર્ષમાં પહેલીવાર… આ કંપની આપશે ₹94 નું ડિવિડન્ડ, રોકાણકારો થશે ‘માલામાલ’

ઓટો પાર્ટ્સ બનાવતી સ્મોલકેપ કંપનીના શેરે મોટો ઉછાળો મારીને 52-સપ્તાહની નવી ઊંચાઈ સ્પર્શી લીધી છે. બીજું કે, કંપનીએ 25 વર્ષમાં પહેલીવાર રોકાણકારો માટે પ્રતિ શેર ₹94 ના બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરીને રોકાણકારોને ખુશ કરી દીધા છે. હવે સવાલ એ છે કે, આ ડિવિડન્ડ મેળવવાની રેકોર્ડ ડેટ કઈ છે?

| Updated on: Aug 28, 2026 | 4:34 PM
Share
ઓટો પાર્ટ્સ બનાવતી સ્મોલકેપ કંપનીના શેરમાં શુક્રવારે એટલે કે 28 ઓગસ્ટના રોજ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. કંપનીના શેરમાં 10 ટકાથી વધુની તેજી જોવા મળી, જેથી સ્મોલકેપ કંપનીના શેરે ₹602 ના 52 સપ્તાહના હાઈ લેવલને ટચ કર્યું. કંપનીના શેરમાં આ તેજી એટલા માટે જોવા મળી છે, કારણ કે સ્મોલકેપ કંપનીએ 25 વર્ષમાં પહેલીવાર રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

1 / 6
કંપનીએ રોકાણકારોને કુલ મળીને ₹94 નું ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે. કંપનીના બોર્ડે પોતાના શેરધારકો માટે બે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની પ્રતિ શેર ₹7.5 નું અંતરિમ ડિવિડન્ડ અને પ્રતિ શેર ₹86.5 નું સ્પેશિયલ ડિવિડન્ડ આપશે. પ્રત્યેક શેરની ફેસ વેલ્યુ ₹10 છે. આમ શેરધારકોને બે ડિવિડન્ડમાંથી કુલ ₹94 પ્રતિ શેર મળશે.

2 / 6
કંપનીએ શુક્રવાર, 4 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ રેકોર્ડ ડેટનો અર્થ એ છે કે, જે રોકાણકારો પાસે આ તારીખ પહેલાં કંપનીના શેર હશે; તેઓ આ ડિવિડન્ડ માટે પાત્ર બનશે. કંપનીએ એ પણ માહિતી આપી કે, આ બંને ડિવિડન્ડની ચુકવણી શુક્રવાર, 25 સપ્ટેમ્બરના રોજ અથવા તે પહેલાં કરી દેવામાં આવશે.

3 / 6
માર્કેટમાં ઉપલબ્ધ માહિતી મુજબ, હાલના ડિવિડન્ડ પહેલાં, કંપનીએ છેલ્લીવાર ઓગસ્ટ 2001 માં પ્રતિ શેર ₹2.5 નું ડિવિડન્ડ આપ્યું હતું. ફેડરલ-મોગુલ ગોટ્ઝ (ઈન્ડિયા) વાહનોમાં વપરાતા પાર્ટ્સ બનાવે છે. આ પાર્ટ્સમાં પિસ્ટન, પિસ્ટન રિંગ, સિલિન્ડર લાઈનર અને સિન્ટર્ડ પ્રોડક્ટ્સ શામેલ છે. કંપનીની સ્થાપના વર્ષ 1954 માં થઈ હતી અને તેનું મુખ્યાલય ગુરુગ્રામમાં છે. તે ટેનેકોના ફેડરલ-મોગુલ ગ્રુપનો હિસ્સો છે.

4 / 6
આ કંપની વિવિધ પ્રકારના વાહનો અને એન્જિનો માટે પ્રોડક્ટ્સ બનાવે છે. આમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પેસેન્જર વ્હીકલ, ટ્રેક્ટર, કોમર્શિયલ વ્હીકલ અને ભારે-ભરખમ એન્જિનનો સમાવેશ થાય છે. કંપનીની ફેક્ટરી પટિયાલા, બેંગલુરુ અને ભિવાડીમાં આવેલી છે.

5 / 6
NSE પર ઉપલબ્ધ આંકડા મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં  Federal-Mogul Goetze (India) Limited ના શેરે 25 ટકાની તેજી દર્શાવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરે 27 ટકાથી વધુની રેલી બતાવી છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરે 13 ટકાથી વધુની તેજી દર્શાવી છે. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરે 63 ટકાની તેજી બતાવી છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીએ પોતાના રોકાણકારોને 111 ટકાનું રિટર્ન આપ્યું છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

300% રિટર્ન આપનાર કંપનીની ‘મોટી જાહેરાત’! ₹900 કરોડના બાયબેકને આપી મંજૂરી, ખરીદશે 58.82 લાખ શેર

Follow Us
આજનું રાશિફળ: કરિયર અને સંબંધોમાં આવશે સારા બદલાવ

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી

બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ

ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ

આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન

અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ

બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video

કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન

g clip-path="url(#clip0_868_265)">