AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના નામે નોંધાયો ખરાબ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની કોલંબો ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા જીતની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ યજમાન ટીમે શાનદાર લડત આપીને મેચ ડ્રો કરાવી દીધી. આ પરિણામ સાથે ભારતીય ટીમ શ્રેણી જીતવામાં સફળ રહી, પરંતુ કેપ્ટન શુભમન ગિલના નામે એક એવો રેકોર્ડ નોંધાયો, જે અગાઉ કોઈ ભારતીય ટેસ્ટ કેપ્ટનના નામે નહોતો.

| Updated on: Aug 27, 2026 | 7:38 PM
Share
કોલંબોના SSC ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવ 503 રન પર ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ 290 રનમાં ઓલઆઉટ થતાં તેને ફોલોઓન કરવાની ફરજ પડી હતી.

1 / 5
બીજા દાવમાં શ્રીલંકાએ એક સમયે છ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતની જીત નિશ્ચિત લાગી રહી હતી. જોકે, સોનલ દિનુષાની શાનદાર સદીએ યજમાન ટીમને હારથી બચાવી લીધી હતી.

2 / 5
આ ડ્રો સાથે શુભમન ગિલના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાયો હતો. ગિલ પ્રથમ ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો છે, જેની કેપ્ટનશીપમાં શ્રીલંકાને ફોલોઓન આપ્યા બાદ પણ ભારત મેચ જીતી શક્યું નથી.

3 / 5
અગાઉ કપિલ દેવ, મોહમ્મદ અઝહરુદ્દીન, એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં શ્રીલંકાને ફોલોઓન આપ્યા બાદ ભારતે મેચ જીતી હતી. આ વખતે ગિલની ટીમ જીતથી માત્ર ચાર વિકેટ દૂર હોવા છતાં મેચ ડ્રો થઈ હતી.

4 / 5
શ્રીલંકા માટે પણ આ પરિણામ ખાસ રહ્યું. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં તેને 28 વખત ફોલોઓનનો સામનો કરવો પડ્યો છે, જેમાં 24 વખત હાર અને ચાર વખત ટેસ્ટ ડ્રો થઈ છે. ભારત સામે કોલંબો ટેસ્ટ શ્રીલંકાની ફોલોઓન બાદ ચોથી ડ્રો બની છે. (PC:PTI/X)

5 / 5

IND vs SL: સોનલ સાથે અન્યાય !… 3 સદી અને 420 રન છતાં ના મળ્યો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">