AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકો છવાયા, હાથમાં ગ્લાસ-ચમચી લઈને કર્યો ‘નાગિન ડાન્સ’

માતા-પિતાના લગ્નનો જૂનો વીડિયો CD પર જોઈને દરેક બાળકને એક સવાલ થાય છે કે, 'આ લગ્નમાં મને કેમ ન બોલાવ્યો?' સોશિયલ મીડિયા પર હાલમાં જ વાયરલ થયેલો એક વીડિયો આ જ માસૂમિયતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. માતા-પિતાની જાનનો આ વીડિયો જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી નથી શકતા.

Trending Video: મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકો છવાયા, હાથમાં ગ્લાસ-ચમચી લઈને કર્યો 'નાગિન ડાન્સ'
| Updated on: Aug 28, 2026 | 6:56 PM
Share

આપણે સૌએ બાળપણમાં ક્યારેક ને ક્યારેક આપણા મમ્મી-પપ્પાના લગ્નનો આલ્બમ કે વીડિયો સીડી જરૂર જોઈ હશે. તે સમયે મગજમાં એક જ સૌથી મોટો સવાલ આવતો હતો કે, જ્યારે આટલી મોટી પાર્ટી થઈ રહી હતી, તો આપણને કેમ ન બોલાવ્યા?

સોશિયલ મીડિયા પર હાલમાં જ સામે આવેલો એક વીડિયો (Trending Video) આ જ માસૂમ સવાલ અને બાળકોના બેફિકર અંદાજનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વીડિયો એટલો મસ્ત છે કે, લોકો આના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને વારંવાર વિડીયો જોઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘરના લિવિંગ રૂમમાં ટીવી સ્ક્રીન પર માતા-પિતાના લગ્નની જૂની જાનનો વીડિયો ચાલી રહ્યો છે. જાનના ઢોલ-નગારા અને બ્રાસ બેન્ડની ધૂન સાંભળતા જ ઘરના બંને નાના બાળકો પોતાનો કાબૂ રાખી શકતા નથી. અંતે, ટીવી સ્ક્રીનની સામે જ બાળકોનો પોતાનો ‘જાન ડાન્સ’ શરૂ કરી દે છે.

અદ્ભુત એક્સપ્રેશન્સ સાથે લચકી-લચકીને નાચ્યા

બદામી (કથ્થઈ) રંગની ટી-શર્ટ અને જીન્સ પહેરેલ નાનો બાળક અદ્ભુત એક્સપ્રેશન્સ સાથે લચકી-લચકીને એવી રીતે નાચે છે કે, જાણે પોતાની જ કોઈ નજીકની વ્યક્તિની જાનમાં પહોંચ્યો હોય. બીજી તરફ, બાળકી હાથમાં સ્ટીલનો ગ્લાસ અને ચમચી લે છે. તેને મોંએ લગાવીને કાલ્પનિક બીન વગાડતા નાગિન ડાન્સની એક્ટિંગ કરે છે. આ પછી ગ્લાસને માથા પર રાખીને બેલેન્સ બનાવતા એવો ઠુમકો લગાવે છે કે, જોનારા પોતાનું હાસ્ય રોકી શકતા નથી.

બાળકોએ બનાવ્યો ‘માહોલ’

વીડિયો જોઈને તમારું પણ ઝૂમવાનું મન કરી રહ્યું હશે. વાત એમ છે કે, આ વીડિયો લોકો વચ્ચે છવાયેલો છે. X (ટ્વિટર) પર આ વિડીયો rareindianclips નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. ઈન્ટરનેટ પર આ વિડીયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે અને બાળપણની યાદો તાજી કરી રહ્યો છે.

બીજી તરફ, વિડીયો પર યુઝર્સ રમૂજી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, બાળકો વિચારી રહ્યા હશે, અમારા વગર લગ્ન કેવી રીતે કરી લીધા? હવે અમે અમારો કોટા પૂરો કરીશું. બીજા એક યુઝરે મજા લેતા લખ્યું કે, અરે ભાઈ! છોકરી તો હાથમાં ગ્લાસ લઈને અસલી નાગિન ધૂન વગાડી રહી છે, ટેલેન્ટની કોઈ કમી નથી.

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ તો આબરૂ કાઢી ! સુમો પહેલવાન સાથે પંગો લેવો પડ્યો ભારે, આખરે રિંગમાં એવું શું થયું?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">