AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્ક ઝુકરબર્ગથી લઇને બિલ ગેટ્સ સુધી… ટેક જગતના દિગ્ગજો હવે કેમ વળી રહ્યા છે ખેતી તરફ?

કોઈ પાળી રહ્યું છે કરોડોની કિંમતની ગાયો, તો કોઈ ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી! પૃથ્વીના સૌથી અમીર ટેક ટાયકુન્સ હવે અમેરિકામાં લાખો એકર જમીન ખરીદીને ખેતીમાં કેમ પૈસા રોકી રહ્યા છે? શું આ માત્ર શોખ છે કે પછી ભવિષ્યનો કોઈ મોટો બિઝનેસ પ્લાન?

| Updated on: Aug 28, 2026 | 9:23 AM
Share
સિલિકોન વેલીમાં કરોડો ડોલરનું ટેક સામ્રાજ્ય ઊભું કર્યા પછી હવે વિશ્વના સૌથી ધનિક લોકો ખેતી અને પશુપાલન તરફ આકર્ષાઈ રહ્યા છે. ગૂગલ, એમેઝોન અને મેટા જેવી કંપનીઓના માલિકો માટે ખેતી હવે માત્ર પરંપરાગત ખેડૂતો પૂરતી સીમિત નથી રહી. આ અબજોપતિઓ માટે ખેતીની જમીન ખરીદવી એ માત્ર એક શોખ નથી, પરંતુ સ્યોર-શોટ રિટર્ન આપતું ઇન્વેસ્ટમેન્ટ અને ભવિષ્યની સિક્યોરિટીનું સૌથી મોટું સાધન બની ગઈ છે.

1 / 8
મેટા (Meta)ના CEO માર્ક ઝુકરબર્ગે હવાઈના કાઉઆઈ દ્વીપ પર 'કોઉલાઉ રંચ' નામના વિશાળ ફાર્મમાં લગભગ ₹2,871 કરોડનું મોટું રોકાણ કર્યું છે. 4,000 એકરમાં ફેલાયેલા આ પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં તેઓ વિશ્વની સૌથી મોંઘી અને પ્રીમિયમ ગણાતી વાગ્યુ (Wagyu) અને એંગસ (Angus) નસલના ઢોર-ઢાંખર પાળી રહ્યા છે. આ જગ્યા તેમના પ્રાઇવેટ રિટ્રીટ અને એગ્રીકલ્ચરલ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે.

2 / 8
માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પણ અમેરિકામાં વિશાળ ખેતીની જમીનના માલિક બની ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર, તેમની પાસે અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં આશરે 2.75 લાખ એકર કૃષિ જમીન છે. આટલી મોટી જમીન સાથે તેઓ અમેરિકાના સૌથી મોટા પ્રાઇવેટ લેન્ડઓનર્સ (જમીનમાલિકો)માંથી એક ગણાય છે.

3 / 8
એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ પણ આ રેસમાં પાછળ નથી અને તેમની પાસે આશરે 4.62 લાખ એકર જમીન છે. આ જ રીતે વોલમાર્ટ પરિવાર સાથે જોડાયેલા સ્ટેન ક્રોનકે પાસે તો 27 લાખ એકરથી વધુ જમીનનો માલિકી હક છે. ક્રોનકેએ ન્યૂ મેક્સિકોમાં 9.38 લાખ એકરનો વિશાળ રંચ ખરીદીને ઇતિહાસની સૌથી મોટી રંચ ડીલ કરી હતી.

4 / 8
આ મોટા ટેક કિંગ્સની જમીનો પર માત્ર પશુપાલન જ નથી થતું, પરંતુ મોટા પાયે વિવિધ પાકોનું ઉત્પાદન પણ લેવામાં આવે છે. આ ખેતરોમાં બટાકા, ગાજર, ડુંગળી, સોયાબીન, મકાઈ અને કપાસ જેવી રોકડિયા પાકો ઉગાડીને માર્કેટમાં વેચવામાં આવે છે, જેનાથી કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે.

5 / 8
બિલિયોનેર્સ પોતે સીધી ખેતી કરવા ઉપરાંત પોતાની જમીનનો મોટો ભાગ સ્થાનિક ખેડૂતોને લીઝ (ભાડે) પર પણ આપે છે. આ બિઝનેસ મોડેલથી સ્થાનિક ખેડૂતોને ખેતી માટે તૈયાર જમીન મળી રહે છે અને આ ટેક ટાયકુન્સને દર વર્ષે ફિક્સ અને નિયમિત ભાડાની કમાણી થતી રહે છે.

6 / 8
અમેરિકામાં કૃષિ જમીનની કિંમતો સતત વધી રહી છે અને ફુગાવા (Inflation) સામે રક્ષણ મેળવવા માટે તે સૌથી સલામત રોકાણ ગણાય છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા એક જ વર્ષમાં ખેતીની જમીનોના ભાવમાં 4.3%નો વધારો થયો છે. મર્યાદિત જમીન અને વધતી વસ્તીને કારણે આ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે.

7 / 8
આ સિવાય, ટેક કંપનીઓને AI મોડેલ્સ અને વિશાળ ડેટા સેન્ટર્સ સ્થાપવા માટે પણ ખૂબ મોટી જમીનોની જરૂર પડી રહી છે. સાથે જ, કોરોના મહામારી પછી પોતાના માટે ઓર્ગેનિક ખોરાક ઉગાડવો, શિકાર કરવો કે પ્રાઇવેટ નેચરલ લાઇફસ્ટાઇલ જીવવાનો ક્રેઝ પણ આ મોટા માણસોમાં ઝડપથી વધ્યો છે.

8 / 8

કપડાં સુકવવાની જગ્યા નથી તમારી બાલકનીમાં! આ 8 બજેટ-ફ્રેન્ડલી ટ્રિક્સથી બનાવો ઘરનો સૌથી સુંદર અને એસ્થેટિક ખૂણો

Follow Us
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

g clip-path="url(#clip0_868_265)">