કાનુની સવાલ : ઘરે કુંડામાં ગાંજો ઉગાડશો તો 1,2 નહી 10 વર્ષની જેલની સજા થશે?
ઘરની બાલકનીમાં, અગાશી પર કે આંગણામાં ગાંજાનો છોડ ઉગાડવાથી પણ કાનૂની મુશ્કેલી પડી શકે છે. NDPS કાયદા હેઠળ, માન્ય પરમિટ વિના કોઈપણ ગાંજાના છોડની ખેતી ગુનો ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ કાનુન શું કહે છે.

જો તમને એવું લાગે કે, ઘરની બાલકનીમાં, અગાશી ઉપર ગાંજાનો છોડ વાવવો કોઈ મોટી વાત નથી. તો આ વિચાર તમને જેલના સળિયા પાછળ મોકલી શકે છે. ભારતમાં પરવાનગી વગર ગાંજો અથવા કેનબિસના વૃક્ષની ખેતી કરવી કાનુની ગુનો છે. આ વૃક્ષ પછી ખેતરમાં ઉગાડવામાં આવે કે, ઘરે નાનાકડા કુંડામાં બધા માટે નિયમો સરખા છે.

નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ1958 NDPS Act હેઠળ વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે.NDPS Actની કલમ 20માં ગાંજાની ખેતીને ગુનો માનવામાં આવે છે. તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.

NDPS Actની કલમ 20 હેઠળ જો ગાંજાના છોડની ખેતી કરવા બદલ દોષિત ઠરનાર કોઈપણ વ્યક્તિને 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને 1 લાખ સુધીના દંડની સજા થઈ શકે છે.આ માટે એવું ન સમજતા કે એક છોડથી તમને સજા નાની થશે.

કાયદો અલગથી ગાંજાના છોડની ગેરકાયદેસર ખેતીને ગુનાહિત બનાવે છે. જ્યારે ગાંજાના જથ્થાના આધારે રાખવા, વેચવા અથવા અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટેની સજા અલગ અલગ હોય છે,

ત્યારે નાની માત્રા, મોટી માત્રા અને વ્યાપારી માત્રા માટે અલગ જોગવાઈઓ છે. જો કે, કલમ 20(a) હેઠળ ફક્ત છોડ ઉગાડવા માટે અલગ જોગવાઈઓ લાગુ પડે છે.

શું ગાંજાની ખેતી કાયદેસર છે?હા, પણ એનો અર્થ એ નથી કે કોઈ પણ તેને ઘરે ઉગાડી શકે છે. NPS X ની કલમ 14 સરકારને ઔદ્યોગિક હેતુઓ અને વૈજ્ઞાનિક અથવા તબીબી જરૂરિયાતો માટે ચોક્કસ પરિસ્થિતિઓમાં ગાંજાની ખેતીની મંજૂરી આપવાની મંજૂરી આપે છે. આવી ખેતી લાઇસન્સ હેઠળ અને સ્થાપિત નિયમો હેઠળ કરવામાં આવે છે. કેટલાક રાજ્યો નિયંત્રિત અને લાઇસન્સ પ્રાપ્ત ખેતીને પણ મંજૂરી આપે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
