Breaking News: યુદ્ધના એંધાણ વચ્ચે ભારત સરકારનો ‘મોટો નિર્ણય’! પેટ્રોલ-ડીઝલની અછત રોકવા રિફાઇનરીઓને આપ્યો આ ‘ખાસ આદેશ’
દુનિયાભરમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને તેની સીધી અસર હવે તેલના બજાર પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈંધણની અછતની આશંકા વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટની આશંકા વચ્ચે ભારત સરકારે એક મોટું તેમજ સાવચેતીભર્યું પગલું ભર્યું છે, જેથી સામાન્ય જનતાને ઈંધણની કોઈ અછતનો સામનો ન કરવો પડે. રોઈટર્સના એક અહેવાલ મુજબ, ભારતમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી ઘરેલું માંગને જોતા સરકારે રિફાઇનરીઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ તેમની રિફાઇનરીઓમાં થનારા 'વાર્ષિક મેન્ટેનન્સ શટડાઉન'ના કામને હાલ પૂરતું ટાળી દે. સામાન્ય રીતે, રિફાઇનરીઓ પોતાના મશીનો અને ઉપકરણોની તપાસ માટે વર્ષમાં એક નિશ્ચિત સમય માટે કામગીરી બંધ રાખે છે, જેને 'શટડાઉન' કહેવામાં આવે છે. જો કે, ભારત સરકારે આ શટડાઉનને હાલ પૂરતું રોકી દેવાનો આદેશ આપ્યો છે, જેથી દેશમાં ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની અછત કે મોંઘવારીનો સામનો ન કરવો પડે.

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓમાં, ભારત જેવા મોટા ઉપભોક્તા દેશ માટે ઊર્જા સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. રોઈટર્સના રિપોર્ટ અનુસાર, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, દેશના દરેક ખૂણે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોના પુરવઠામાં કોઈ અવરોધ ન આવે. જો રિફાઇનરીઓ આ સમયે સમારકામ માટે પોતાના પ્લાન્ટ બંધ કરે, તો બજારમાં ઈંધણનું ઉત્પાદન ઘટી જશે, જેના કારણે કિંમતોમાં ઉછાળો આવવાનો અને અછત વધવાનો ડર રહેશે. સરકારે આ નિર્ણય 'સપ્લાય સાઇડ'ને મજબૂત રાખવા અને સપ્લાય ચેઈનમાં સંભવિત અવરોધ ટાળવા માટે લીધો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) જેવી કંપનીઓ ઈંધણની માંગને પહોંચી વળવા માટે તેમની રિફાઇનરીઓમાં થનારા મરામત (મેન્ટેનન્સ શટડાઉન) ના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવી રહ્યું છે. જો કે, નાયરા એનર્જી (Nayara Energy) ની વાડીનાર રિફાઇનરી 9 એપ્રિલથી મરામત માટે બંધ થવા જઈ રહી છે. આ શટડાઉનને કારણે દેશમાં એલપીજી (LPG) ની ઉપલબ્ધતામાં થોડો ઘટાડો થવાની આશંકા છે.

ભારત વિશ્વના અગ્રણી તેલ આયાતકારોમાંનું એક છે અને અહીં રિફાઇનિંગ ક્ષમતા ઘણી વધારે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, રિફાઇનરીઓ હવે તેમની કામગીરી વધુ સમય સુધી ચાલુ રાખશે, જેથી માંગ મુજબ ઈંધણનું ઉત્પાદન થતું રહે. જો કે, સતત કામગીરી કરવાથી મશીનો પર દબાણ વધે છે પરંતુ સરકારે ઉત્પાદનમાં કોઈ અડચણ ન આવે તે સુનિશ્ચિત કર્યું છે. રિફાઇનરીઓ માટે આ નિર્ણય એક વ્યાવસાયિક પડકાર પણ છે, કારણ કે મેન્ટેનન્સ ન થવાથી ભવિષ્યમાં મશીનોની કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. એવામાં 'રાષ્ટ્રહિત'ને સર્વોપરી રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.

રોઈટર્સને ટાંકીને મળેલા આ સમાચાર દેશના સામાન્ય ગ્રાહકો માટે રાહતભર્યા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે, સરકાર પાયાના સ્તરે ઈંધણની ઉપલબ્ધતાને લઈને ખૂબ જ સતર્ક છે. પેટ્રોલ પંપ પર ઈંધણનો પુરવઠો સામાન્ય રહેશે અને સરકારે સંદેશ આપ્યો છે કે, બજારમાં સ્ટોકની કોઈ અછત થવા દેવામાં આવશે નહીં. વધતી માંગ વચ્ચે, સરકારે રિફાઇનરીઓને તેમની પૂરી ક્ષમતા (Full Capacity) પર કામ કરવા જણાવ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતી વધ-ઘટની અસર ભારતના સામાન્ય લોકો પર લઘુત્તમ પડે.
Breaking News : ભારત બનાવશે 1000 કિલોના 600 સુપર બંકર બસ્ટર બોમ્બ, પાકિસ્તાનને સીધી ચેતવણી
