AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર, દરરોજ 700થી વધુ OPDના કેસ

Breaking News : રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર, દરરોજ 700થી વધુ OPDના કેસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2026 | 2:04 PM
Share

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે કાળઝાળ ગરમી અને હીટવેવની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે.રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર જોવા મળી છે.સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરી છે.28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસર વધુ જોવા મળી છે. હિટવેવની અસરથી ધોરાજી આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે.સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓ ની સંખ્યામાં વધારો થયો છે. દરરોજની OPD 700 દર્દીઓને પાર થઈ રહી છે.ભારે તાપમાન ને કારણે તાવ અને ચક્કર ઊલટીના દર્દીઓ વધ્યા છે.સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

હિટવેવની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.તમામ દવા અને ઈન્જેક્શનનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં ORS પોઈન્ટ ઉપલબ્ધ કરાયાબપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી કામ વગર બહાર ના નીકળવા સિવિલ હોસ્પિટલના અધિક્ષક ની અપીલ છે.

કામ વગર બહાર ન નીકળવા માટે સૂચના

તબીબો દ્વારા બિનજરૂરી કામ વગર બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે.વધુ પડતા પ્રવાહીનો સેવન કરવા માટે સલાહ આપવામાં આવી છે.બાળકો વૃદ્ધો અને પ્રેગનેટ મહિલાઓએ ગરમીમાં જવાનું ટાળવું જોઈએ, શરીરનું તાપમાન ન વધે તે બાબતની કાળજી રાખવી જોઈએ.કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી રહેશે.દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે. 28 એપ્રિલ બાદ પશ્ચિમ વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે.

 

 

હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">