AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી, જુઓ Video

Breaking News : જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 9:42 PM
Share

રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જેતલસર ગામ નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ લાગી હતી. લગ્ન પ્રસંગનું આયોજન હોવા છતાં, આગમાં વાંસનું આખું સ્ટ્રક્ચર બળીને ખાક થઈ ગયું.

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ-જૂનાગઢ હાઈવે પર આવેલા જેતલસર ગામ નજીક વ્રજ વાટિકા નામની હોટલમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, હોટલમાં આજે એક લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આગના કારણે લગ્નના આનંદનો માહોલ ગભરાટમાં ફેરવાઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે હોટલનું વાંસનું આખું સ્ટ્રક્ચર બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયું. આ આગને કારણે હોટલને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તે આગમંધ છે. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. સદ્નસીબે, આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતભર્યા સમાચાર છે.

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">