AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹27 લાખની ઉઘરાણીમાં યુવકને મકાનમાં ગોંધી રાખ્યો, પોલીસે 5 શખ્સોને દબોચ્યા - જુઓ Video

₹27 લાખની ઉઘરાણીમાં યુવકને મકાનમાં ગોંધી રાખ્યો, પોલીસે 5 શખ્સોને દબોચ્યા – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2026 | 6:55 PM
Share

જામનગરમાં પૈસાની ઉઘરાણીના મામલે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે 5 શખ્સની ધરપકડ કરી છે. એક યુવકે ઉછીના લીધેલા નાણાં પરત ન કરી શકતા, આરોપીઓએ તેનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખ્યો હતો અને માર મારીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.

જામનગર શહેરમાં નાણાંની લેતીદેતીના મામલે એક યુવકનું અપહરણ કરી તેની પાસેથી બળજબરીથી લાખો રૂપિયા પડાવવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સિટી બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અપહરણ કરનારા 5 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ફરિયાદી યુવકે અગાઉ આરોપીઓ પાસેથી ₹27.20 લાખ ઉછીના લીધા હતા પરંતુ તે પરત ન કરી શકતા આરોપીઓએ તેનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખ્યો હતો. ખાસ વાત એ છે કે, આ દરમિયાન આરોપીઓએ યુવકને માર મારી તેની પાસેથી ₹9.75 લાખ બળજબરીથી પડાવી લીધા હતા. એવામાં આખરે ભોગ બનનાર યુવકે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય શખ્સોને દબોચી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ખાનગી વાહનમાં લઈ જવાતા ‘EVM’ પકડાતા તંત્રના ધજાગરા, કર્મચારીઓએ કબૂલી ભૂલ – જુઓ Video

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">