AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાનગી વાહનમાં લઈ જવાતા 'EVM' પકડાતા તંત્રના ધજાગરા, કર્મચારીઓએ કબૂલી ભૂલ - જુઓ Video

ખાનગી વાહનમાં લઈ જવાતા ‘EVM’ પકડાતા તંત્રના ધજાગરા, કર્મચારીઓએ કબૂલી ભૂલ – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2026 | 4:45 PM
Share

અમદાવાદના ધંધુકા તાલુકાની હડાદ જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોગતપર ગામે મતદાન પૂર્ણ થયા બાદ સીલ કરેલા EVM મશીનોને સરકારી વાહનને બદલે ખાનગી વાહનમાં લઈ જવામાં આવતા હોબાળો મચ્યો છે.

ધંધુકા તાલુકાની હડાદ જિલ્લા પંચાયત બેઠક પર મતદાન પ્રક્રિયા બાદ EVM સગેવગે કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ગોગતપર ગામે મતદાન કેન્દ્ર પરથી EVM સીલ થયા બાદ તેને નિયમ વિરુદ્ધ ખાનગી વાહનમાં લઈ જવામાં આવતા હોબાળો મચ્યો હતો.

ચૂંટણી પંચના નિયમ મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ EVM મશીનોને સીલ કરીને માત્ર સરકારી વાહનમાં જ સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવાના હોય છે. જો કે, ગોગતપર ગામે આ નિયમનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. અહીં EVM સીલ થયા બાદ તેને સરકારી વાહનને બદલે ખાનગી વાહનમાં રવાના કરવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ આક્ષેપ કરનાર ઉમેદવારને આશરે 40 મિનિટ બાદ થઈ હતી. જાણ થતા જ ઉમેદવાર દ્વારા તપાસ કરવામાં આવી અને ખાનગી વાહનમાં લઈ જવાઈ રહેલા EVM મશીનોને પકડી પાડવામાં આવ્યા હતા. ખાનગી વાહનમાં EVMની હેરાફેરી થતા ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે.

આ મામલો ગરમાતા અંતે ત્યાં હાજર સરકારી કર્મચારીઓએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે, નિયમ મુજબ ખાનગી કારમાં EVM લઈ જઈ શકાય નહીં.

Breaking News: અમદાવાદમાં છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, ઈમરજન્સી સેવામાં ગરમીના કેસો વધ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">