AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શું હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એક જ છે કે અલગ-અલગ? કેટલો ખતરનાક છે કાર્ડિયાક અરેસ્ટ- વાંચો

સિનેજગતના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટ આવવાથી નિધન થયુ છે, જે બાદ કાર્ડિયાક અરેસ્ટ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. મોટાભાગના લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને એક જ સમજી લે છે. હકીકતમાં એવુ નથી. બંનેમાં બહુ મોટો તફાવત છે. કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક કરતા અનેકગણો ખતરનાક છે.

| Updated on: Oct 08, 2026 | 6:48 PM
Share
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં બહુ મોટો તફાવત છે.  હાર્ટ એટેક હૃદયની નસમાં બ્લોકેજ થવાથી હૃદયના સ્નાયુ સુધી લોહી ન પહોંચવાથી આવે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટ હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાતા હૃદયનું પમ્પિંગ અચાનક બંધ થઈ જાય. જેમા સીધા ધબકારા બંધ થઈ જાય છે અને કાર્ડિયાક અરેસ્ટમાં બચવાના ચાન્સિસ એકદમ ઓછા હોય છે જ્યારે હ્રદયરોગમાં વ્યક્તિનો જીવ બચી શકે છે.

1 / 7
હાર્ટ એટેક ક્યારેક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે, પરંતુ બંને એક જ સ્થિતિ નથી. સૌથી ચિંતાજનક એ છે કે આ માત્ર વૃદ્દો જ નહીં પરંતુ 30 થી 40 વર્ષના યુવા અને ફિટ દેખાતા લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે.

2 / 7
કાર્ડિયાક અરેસ્ટના મુખ્ય લક્ષણો: વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય, સામાન્ય રીતે શ્વાસ ન લે અથવા માત્ર હાંફતો હોય અને નાડી ન મળે. આવી સ્થિતિમાં દરેક સેકન્ડ મહત્વનો છે.

3 / 7
કાર્ડિયાક અરેસ્ટનો સૌથી વધુ ખતરો કોને રહે છે: જો ફેમિલીમાં કોઈને કાર્ડિયાક અરેસ્ટની હિસ્ટ્રી રહી હોય તો એ લોકોને આનો જોખમ વધુ રહે છે. હ્રદય રોગથી પીડિત લોકોને પણ કાર્ડિયાક આવવાનું રિસ્ક વધી જાય છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા શરીરને કેટલાક સંકેત મળે છે. જો સમયસર તેને ઓળખી લેવામાં આવે તો જીવ બચી શકે છે.

4 / 7
હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ: જે લોકોને બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લાંબા સમયથી અનિયંત્રિત રહેતુ હોય, તેમની બ્લડ વેસલ્સ એટલે કે રક્તવાહિનીઓ એક્દમ નબળી પડી જાય છે. જેનાથી હ્રદયની ઈલેકટિવિટી બગડવાનો સૌથી વધુ ખતરો રહે છે.

5 / 7
ધુમ્રપાન અને દારૂનું સેવન: સ્મોકિંગ અને ભારે માત્રામાં આલ્કોહોલ લેવાથી નસોમાં બ્લોકેઝ ઝડપથી વધે છે અને દિલહીની માંસપેશીઓ નબળી પડી જાય છે.

6 / 7
વધુ પડતો તણાવ અને ઓછી ઊંઘ: સતત માનસિક તણાવ, ડિપ્રેશન અને રોજની 6 કલાકથી પણ ઓછી ઉંઘ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે. જે અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે.

7 / 7

Sanatan Dharm: કળિયુગના અંત પહેલા પૃથ્વી પર શું થશે?- જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">