AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 ગ્રામ ‘સોનું’ સીધું ₹ 2 લાખ પર પહોંચશે? ભાવમાં આવશે ‘ઐતિહાસિક ઉછાળો’, આની પાછળનું ગણિત સમજો

શું 'સોનું' ખરેખર સામાન્ય માણસની પહોંચથી બહાર થઈ જશે? જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા દાગીના ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાત એમ છે કે, આવનારા સમયમાં 'સોનું' તમામ જૂના રેકોર્ડ તોડીને પ્રતિ 10 ગ્રામ ₹2 લાખની ઐતિહાસિક સપાટી વટાવી શકે છે.

| Updated on: Oct 28, 2026 | 4:09 PM
Share
આજકાલ સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક ભાવ ઝડપથી વધે છે, તો ક્યારેક ઘટાડાના કારણે રોકાણકારોની ચિંતા વધી જાય છે. આવા સમયે જો તમે પણ સોનામાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આગામી સમયમાં તેના ભાવ પર નજર રાખવી જરૂરી છે.

1 / 7
સોનાના ભાવમાં વધઘટ વચ્ચે બજારના નિષ્ણાતોનો અંદાજ છે કે, વર્ષ 2027 સુધીમાં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 2 લાખને પાર પહોંચી શકે છે. વાસ્તવમાં, સોનાની કિંમત પર અમેરિકી ડોલર, વ્યાજ દરો, મોંઘવારી અને વિશ્વમાં ચાલી રહેલા તણાવની અસર પડે છે. આ સિવાય ચીન સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી પણ તેની માંગને પ્રભાવિત કરે છે.

2 / 7
જેપી મોર્ગનના જૂન 2026માં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, સોનાનો ભાવ વર્ષ 2026ના અંત સુધીમાં 6,000 ડોલર (લગભગ રૂ. 5.5 લાખ) અને વર્ષ 2027ના અંત સુધીમાં 6,300 ડોલર (લગભગ રૂ. 5.8 લાખ) પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.

3 / 7
રૂપિયો અને ડોલરના વિનિમય દરને ધ્યાનમાં રાખતા, આ અંદાજ ભારતીય બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ રૂ. 2.13 લાખ સુધી પહોંચવાની આશા દર્શાવે છે.

4 / 7
સોનાના ભાવમાં તેજી કે ઘટાડા પાછળ અમેરિકી ડોલર અને બોન્ડ યીલ્ડની મહત્વની ભૂમિકા હોય છે. ડોલર જ્યારે નબળો પડે છે અથવા બોન્ડ પરથી મળતું વળતર ઘટે છે, ત્યારે રોકાણકારો માટે 'સોનું' એક આકર્ષક વિકલ્પ બની શકે છે.

5 / 7
બીજી તરફ, ડોલર મજબૂત થવા અને વ્યાજ દરો ઊંચા રહેવા પર સોનાના ભાવ પર દબાણ આવી શકે છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 2 લાખને પાર પહોંચવા માટે ઘણી બધી પરિસ્થિતિઓનો સાથ મળવો જરૂરી રહેશે.

6 / 7
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો વૈશ્વિક પરિસ્થિતિઓ સોનાની તરફેણમાં રહે છે, તો તેની કિંમત વર્ષ 2027 સુધીમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1.70 લાખથી રૂ. 2 લાખના સ્તર સુધી પહોંચી શકે છે. તે જ સમયે, 'ચીન' સહિત ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી પણ તેની માંગને ટેકો આપી શકે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ 10 Gold ETF માં ‘આંખ બંધ કરીને’ રોકાણ કરાય, છેલ્લા 1 વર્ષમાં આપ્યું છે ‘રેકોર્ડબ્રેક રિટર્ન’

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું

પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન

અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા

સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા

ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો

ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !

g clip-path="url(#clip0_868_265)">