AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અભિષેક શર્મા ફરી બન્યો T20નો નંબર-1 બેટ્સમેન, શ્રેયસ અય્યરને ICC રેન્કિંગમાં 4 સ્થાનનું નુકસાન

ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં વિસ્ફોટક સદી ફટકાર્યા બાદ અભિષેક શર્માએ ICC T20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ફરી નંબર-1નું સ્થાન મેળવી લીધું છે. તેણે માત્ર 38 બોલમાં 113 રન બનાવીને ભારતને શાનદાર જીત અપાવી હતી. બીજી તરફ, ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરને નબળા પ્રદર્શનને કારણે રેન્કિંગમાં નુકસાન થયું છે અને તે ચાર સ્થાન નીચે સરકી ગયો છે.

Breaking News: અભિષેક શર્મા ફરી બન્યો T20નો નંબર-1 બેટ્સમેન, શ્રેયસ અય્યરને ICC રેન્કિંગમાં 4 સ્થાનનું નુકસાન
Shreyas Iyer & Abhishek SharmaImage Credit source: X
| Updated on: Oct 28, 2026 | 4:23 PM
Share

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. તેણે માત્ર 35 બોલમાં સદી પૂરી કરી અને કુલ 38 બોલમાં 113 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં નવ ચોગ્ગા અને 11 છગ્ગા સામેલ હતાં. ભારતે 199 રનનો લક્ષ્યાંક માત્ર 13.2 ઓવરમાં હાંસલ કરીને પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી હતી.

ICC રેન્કિંગમાં અભિષેક ફરી નંબર-1 બેટ્સમેન

અભિષેકની આ તોફાની ઇનિંગનું ફળ તેને ICC રેન્કિંગમાં મળ્યું છે. તેણે ભારતીય સાથી ઇશાન કિશનને પાછળ છોડીને નંબર-1નું સ્થાન ફરી મેળવી લીધું છે. ઇશાન કિશન હવે ત્રીજા ક્રમે આવી ગયો છે, જ્યારે પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન બીજા સ્થાને પહોંચી ગયો છે. અભિષેક શર્મા આ પહેલા જુલાઈ 2025માં પણ T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો હતો.

કેપ્ટન શ્રેયસ અય્યરને રેન્કિંગમાં નુકસાન

બીજી તરફ, ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર માટે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી અત્યાર સુધી નિરાશાજનક રહી છે. તે ચાર સ્થાન નીચે સરકીને નવમા ક્રમે પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે લખનઉમાં 43 બોલમાં અણનમ 102 રનની ઇનિંગ રમીને તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. આ પ્રદર્શનના આધારે તે રેન્કિંગમાં ટોચના પાંચમાં પહોંચ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે તે લય જાળવી શક્યો નથી.

આગામી મેચોમાં અભિષેક-શ્રેયસ પર રહેશે નજર

શ્રેયસે શ્રેણીની પ્રથમ મેચમાં 42 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદની મેચોમાં તેનું બેટ શાંત રહ્યું છે. આગામી બે T20 મેચોમાં તેની પાસે ફોર્મ પાછું મેળવવાની તક રહેશે. ભારત પહેલેથી જ શ્રેણી જીતી ચૂક્યું છે, ત્યારે અભિષેક પોતાની નંબર-1ની સ્થિતિ મજબૂત કરવા અને શ્રેયસ રેન્કિંગમાં સુધારો કરવા મેદાનમાં ઉતરશે. હવે જોવાનું રહેશે કે આગામી મેચોમાં ભારતીય બેટ્સમેનો કેવું પ્રદર્શન કરે છે.

IND vs NZ : 89 રન બનાવ્યા પછી પણ ડેરેલ મિશેલે ન્યુઝીલેન્ડને મોટું નુકસાન પહોંચાડ્યું, જાણો કેવી રીતે?

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">