ઘરે ‘ગાજર’ ઉગાડવા છે ? વાવવાથી લઈને લણણી સુધીની રીત જાણો, મળશે ‘ઢગલાબંધ ઉત્પાદન’
શિયાળાની ઋતુ આવતાં જ બજારમાં તાજા ગાજર મળવાના શરૂ થઈ જાય છે. એવામાં શું તમે જાણો છો કે, બજારમાંથી ખરીદવાને બદલે તમે તમારા ઘરની બાલ્કની કે કૂંડામાં જ એકદમ તાજા અને ઓર્ગેનિક ગાજર ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો? આ માટે માત્ર માટીની સાચી પસંદગી અને પાણી આપવાની યોગ્ય રીત જાણવી જરૂરી છે.

શિયાળાની ઋતુમાં ગાજરની માંગ ઘણી વધી જાય છે. ગાજરનો હલવો હોય, સલાડ હોય કે પછી તાજો જ્યુસ... તે દરેક રીતે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખે છે. જો તમે બજારમાંથી ગાજર ખરીદવાને બદલે તમારા ઘરે તાજી અને ઓર્ગેનિક ગાજર ઉગાડવા માંગતા હોવ, તો આ કામ બિલકુલ સરળ છે. થોડી-ઘણી સંભાળ અને યોગ્ય રીત અપનાવીને તમે બાલ્કનીમાં પણ ગાજરનો છોડ ઉગાડી શકો છો. ગાજરને સારી રીતે વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આમાં ભુરભુરી માટી (Frable/Loamy Soil), યોગ્ય રીતે બીજ વાવવા અને નિયમિત પાણી આપવું; જેવી બાબતોનો સમાવેશ થાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, 'ગાજર' શિયાળાની ઋતુમાં સારી રીતે ઊગે છે. ભારતમાં મોટાભાગની જગ્યાએ તેના બીજ વાવવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી નવેમ્બર માનવામાં આવે છે. જો કે, તમે તેને ચોમાસાની મોસમમાં પણ ઉગાડી શકો છો.

ગાજરના છોડને સૂર્યના સારા પ્રકાશની જરૂર હોય છે. તેથી, એવી જગ્યા પસંદ કરો જ્યાં રોજના આશરે 6 કલાક તડકો આવતો હોય. જો તમે કૂંડામાં ગાજર ઉગાડવા માંગતા હોવ, તો ઓછામાં ઓછું 12 ઇંચ ઊંડું કૂંડું લો, કારણ કે ગાજરનું મૂળ જમીનની અંદર લાંબું વધે છે.

ગાજરને સારી રીતે ઉગાડવા માટે યોગ્ય પ્રકારની માટી હોવી ખૂબ જ જરૂરી હોય છે. જો ગાજરનું મૂળ ઉગાડતી વખતે પથ્થર અથવા માટીના ગઠ્ઠા સાથે અથડાય, તો તે વાંકાચૂકા થઈ શકે છે. સાથે જ તે બે ભાગમાં પણ વહેંચાઈ શકે છે. જો તમે કુંડામાં ગાજર ઉગાડી રહ્યા છો, તો તેને છૂટી અને સારી રીતે પાણી નિતારેલી માટીથી ભરો. તેના માટે બગીચાની માટીમાં કમ્પોસ્ટ અને કોકોપીટ કે રેતી ભેળવીને ઉપયોગ કરી શકાય છે. આ સિવાય જો તમે જમીનમાં ગાજર ઉગાડી રહ્યા છો, તો માટીને ઓછામાં ઓછી 10 થી 12 ઇંચ ઊંડાઈ સુધી ખોદી લો અને તેમાં રહેલા પથ્થરો કાઢી નાખો.

ગાજરના બીજ ખૂબ નાના હોય છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી, બીજને સીધા તે જ કૂંડા અથવા ક્યારીમાં વાવો, જ્યાં તમે ગાજર ઉગાડવા માંગો છો. બીજને થોડું-થોડું અંતર રાખીને છાંટી દો અને ઉપરથી લગભગ અડધો સેન્ટીમીટર માટીનું પડ બિછાવી દો. ત્યારબાદ હળવા હાથે પાણી આપો. તમને જણાવી દઈએ કે, મોસમના તાપમાન મુજબ બીજને અંકુરિત થવામાં 1 થી 3 અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.

તમને જણાવી દઈએ કે, ગાજરના છોડને સતત ભેજ પસંદ હોય છે. તેમને એક સાથે ખૂબ વધારે પાણી આપવાને બદલે તમે અઠવાડિયામાં આશરે 1 ઇંચ જેટલું પાણી આપી શકો છો. જો માટી લાંબા સમય સુધી સૂકી રહે અને પછી અચાનક ખૂબ વધારે પાણી આપવામાં આવે, તો ગાજરના મૂળ ફાટી શકે છે. જણાવી દઈએ કે, કૂંડાની માટી જલ્દી સૂકાઈ જાય છે. તેથી, સમય-સમય પર તેની ભેજ ચોક્કસ તપાસતા રહો.

સામાન્ય રીતે ગાજરનો પાક તૈયાર થવામાં 60 થી 90 દિવસનો સમય લાગે છે. ગાજરનો આકાર જોવા માટે તેની આજુબાજુની માટીને હળવી હટાવીને ચકાસી શકો છો. 'ગાજર' જ્યારે તૈયાર થઈ જાય, ત્યારે ધીમે ધીમે માટી ઢીલી કરો અને પછી કાળજીપૂર્વક તેને બહાર કાઢો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ગાર્ડનિંગની રીતો પર આધારિત છે. સ્થાનિક હવામાન, માટીની ગુણવત્તા, પાણીનું પ્રમાણ અને બીજની જાત અનુસાર પાકના વિકાસ તેમજ પરિણામમાં તફાવત આવી શકે છે.
Coconut Peel Reuse Tips: નારિયેળના છોતરાને કચરો સમજીને ફેંકતા નહીં ! આ 5 રીતે આવશે તમારા કામમાં
