Breaking News : આજે WPL 2027 ઓક્શન, કોના પર થશે પૈસાનો વરસાદથી લઈ લાઈવ સ્ટ્રીમિંગ સુધી દરેક વાત જાણો
બુધવારે મહિલા પ્રીમિયર લીગની મીની-ઓક્શનમાં 146 ખેલાડીઓ પર બોલી લાગશે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહેલા ભારતીય અને વિદેશી ક્રિકેટરો મુખ્ય આકર્ષણો રહેશે.WPL 2027 ઓક્શનની A to Z માહિતી જાણો

મહિલા પ્રીમિયર લીગ 2027નું ઓક્શન પુલમાં કુલ 150 ખેલાડીઓ છે. જેમાં સામેલ થયેલ ખેલાડીઓમાં દિલ્લીની ઓલરાઉન્ડર મેધાવી બિધુડી અને સમાયરા રાધવ,ન્યુઝીલેન્ડની ફાસ્ટ બોલર બ્રી ઈલિંગ અને ઉત્તરપ્રદેશની બોલર અવન્યા જૈન સામેલ છે. ઓક્શન બુધવાર આજે સાંજે 5:30 કલાકે શરુ થશે.

મહિલા પ્રીમિયર લીગ 2027નું ઓક્શન આજે 28 ઓક્ટોમ્બરના રોજ કોચ્ચિમાં યોજાશે. આ દરમિયાન 146 ખેલાડીઓ પર બોલી લાગશે. માત્ર 27 ખેલાડીઓને ખરીદનારા મળશે. 146 ખેલાડીઓમાંથી 119 ભારતીય અને 27 વિદેશી ખેલાડી પર બોલી લાગશે.

પાંચ ટીમમાં યુપી વોરિયર્સ પાસે સૌથી મોટું પર્સ છે. આ ઓક્શન કોચ્ચિની હયાત હોટલમાં થશે.ઓકશનની શરુઆત કૈપ્ડ ખેલાડીઓના એક આખા રાઉન્ડથી થશે. જેમાં બેટ્સમેન, ઓલરાઉન્ડર, વિકેટકીપર, ફાસ્ટ બોલર અને સ્પિનર સામેલ છે. ત્યારબાદ અનકેપ્ડ ખેલાડીઓનો એક આખો રાઉન્ડ હશે.

50 ખેલાડી પછી એક્સેલરેટેડ રાઉન્ડ શરુ થઈ શકે છે. પહેલા એક્સેલરેટેડ રાઉન્ડમાં 51માંથી 146 ખેલાડીઓનું લિસ્ટમાં એ ખેલાડીનું નામ આપવાનું કહેવામાં આવ્યું છે. જે હજુ સુધી વેચાયા નથી. જેનાથી આગળના એક્સેલરેટેડ રાઉન્ડમાં સામેલ થઈ શકે.

ટીમના પર્સમાં 15 કરોડમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ટીમ પાસે કેટલી રકમ છે. આ વાત એના પર નિર્ભર કરે છે. કે કેટલા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો પર્સમાં જેટલા પૈસા ઓા એટલી સ્થિર ટીમ હશે.

ભારતની છેલ્લી અંડર 19 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહેલી વૃંદા દિનેશ અને ગોંગાડી ત્રિાશાને ટીમ ખરીદી શકે છે. આ ઘરેલું ક્રિકેટમાંથી ઉભરાતી બેટ્સમેન છે. આ સિવાય મુંબઈની 15 વર્ષની ઈરા જાધવ પર પણ નજર રહેશે. જેમણે મુંબઈની ટી20 લીગમાં ધુમ મચાવી હતી.

ઓક્શનની સૌથી મોંઘી ખેલાડી દીપ્તિ શર્મા છે. જેને મેગા ઓક્શનમાં યુપી વોરિયર્સે 3.20 કરોડમાં ખરીદી હતી. અમેલિયા કરને મુંબઈ ઈન્ડિયન્સે 3 કરોડમાં અને શીખા પાંડેને યુપી વોરિયર્સે 2.40 કરોડ રુપિયામાં ખરીદી હતી. ગુજરાત ટાઈટન્સે સોફી ડિવાઈનને 2 કરોડમાં ખરીદી હતી. મેગ લેનિંગને યુપી વોરિયર્સે 1.90 કરોડમાં ખરીદી હતી.

જો તમે પણ આ ઓકશન જોવા માંગો છો તો 28 ઓક્ટોમ્બરના સાંજે 5 30 કલાકથી જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ થશે. ટીવી પર તમે ઓક્શન લાઈવ જોવા માંગો છો તો. સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર તમે લાઈવ ઓક્શન જોઈ શકો છો.
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે. અહી ક્લિક કરો
