Health Tips : શું તમને પેશાબમાં ફીણ આવે છે ? જાણો કઈ બીમારીના છે લક્ષણો
લોહીને સાફ કરવા માટે કિડની સ્વસ્થ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.તે ઝેરી પદાર્થો અને વધારાનું પ્રવાહી ફિલ્ટર કરે છે.પેશાબમાં ફીણ આવવું એ કિડની ફેલ્યોરનું લક્ષણ હોઈ શકે છે.જો તમે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો,તો તમે આ ઉપાય શરૂ કરી શકો છો.

તમારા પેશાબથી ખબર પડી જાય છે કે, તમારું હેલ્થ કેવું છે.કારણ કે, શરીરની અંદર અંગ યૂરિન બનાવવાનું કામ કરે છે.કિડની લોહીમાંથી વધારાનું પ્રવાહી, ઝેરી પદાર્થો અને કચરો દૂર કરીને પેશાબ બનાવે છે.પછી તે મૂત્રાશયમાં સંગ્રહિત થાય છે.જો તમારા પેશાબમાં ફીણ આવે છે,તો તે કિડની રોગની નિશાની હોઈ શકે છે.

પેશાબમાં નોર્મલ ફીણ આવવાએ સામાન્ય વાત છે પરંતુ જો મોટી માત્રામાં ફીણ આવે છે, તો આ ખતરનાક સાબિત થઈ શકે છે.રિપોર્ટ મુજબ કિડની કામ ન કરવા પર પ્રોટીન પેશાબમાં આવવા લાગે છે અને ફીણ તેનું મુખ્ય કારણ બને છે.

પેશાબમાં ફીણ આવે તો ખરાબ કિડનીનું કારણબની શકે છે. પેશાબની સાથે સાથે હાથ-પગમાં સોજો, થાક, ભૂખ ન લાગવી,ઉંધ ન આવવી,વધારે પેશાબ આવવો જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

ખરાબ ખોરાક અને પીણાં કિડની માટે ખતરનાક છે. આનાથી ઘણા રોગો થાય છે જે આ અંગના દુશ્મન છે. જેમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગનો સમાવેશ થાય છે.આ ઉપરાંત,પેઇનકિલર્સનો વધુ પડતો ઉપયોગ પણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

યોગ ગુરુ રામદેવે કહ્યું કે પીપળાના 10 પાન અને લીમડાના 10 પાન મિક્સ કરીને તેનો રસ કાઢો.આ પીવાથી સારો લાભ થાય છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હેલ્થના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































