હવે રાહત મળશે! હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને લઈને આવ્યા મોટા સમાચાર, GST 2.0 માં થશે આ ફેરફારો
GST 2.O હેઠળ, સરકાર હવે હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 'GST' નાબૂદ કરવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે, આનાથી લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

કેન્દ્ર સરકાર GST રિફોર્મ લાવવાની તૈયારી કરી રહી છે, જેના હેઠળ GST ના દરોમાં ફેરફાર થવાના છે. આગામી દિવસોમાં સરકાર GST રિફોર્મ 2.O રજૂ કરી શકે છે. GSTમાં થયેલા ફેરફારોમાં હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર GST નાબૂદ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો સરકાર હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર GST નાબૂદ કરે છે, તો લોકોને ઘણી રાહત મળશે.

GST કાઉન્સિલ દ્વારા રચાયેલ GoM દ્વારા હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર GST નાબૂદ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો કે, વીમા પ્રીમિયમ પર ટેક્સ છૂટ ફક્ત વ્યક્તિગત વીમા માટે છે, જે હાલમાં 18 ટકા GST છે. કોમર્શિયલ ઇન્સ્યોરન્સ અને અન્ય ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસ પર 18% GST પહેલાની જેમ ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે, 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીએ આ GST સુધારાને લોકો માટે દિવાળી ભેટ ગણાવી હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે GST દરોમાં ફેરફારથી સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. સરકાર હવે 12 અને 28 ટકાના GST દરોને 5 ટકા અને 18 ટકાના બે મુખ્ય સ્લેબમાં વિભાજીત કરવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત સિગારેટ, દારૂ અને લક્ઝરી કાર જેવી કેટલીક મુખ્ય વસ્તુઓ પર 40 ટકાનો ખાસ ટેક્સ લાદવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, GSTમાં નવા ફેરફારોથી સામાન્ય ગ્રાહકોને રાહત મળશે અને ખર્ચ કરવાની ક્ષમતા વધશે. આ સાથે, ઘરેલુ ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે અને નાના વેપારીઓને પણ નવા GST સુધારાનો લાભ મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એ પણ કહ્યું કે, નવા GST સુધારાથી ટેક્સ સ્લેબને સમજવામાં સરળતા રહેશે. આનાથી વ્યવસાયમાં વિવાદો ઓછા થશે અને ઉદ્યોગોને ફાયદો થશે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
