HDB ફાઇનાન્શિયલના IPOને SEBIએ આપી મંજૂરી : કંપની ઇશ્યૂમાંથી ₹12,500 કરોડ એકત્ર કરશે, HDFC બેંક ₹10 હજાર કરોડના શેર વેચશે
HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડમાં 94.6 ટકા હિસ્સો ધરાવતી પેરેન્ટ કંપની HDFC બેંક IPO ના ભાગ રૂપે ઓફર ફોર સેલ દ્વારા ₹ 10,000 કરોડના શેર વેચશે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ છ કંપનીઓને પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા મૂડી એકત્ર કરવાની મંજૂરી આપી છે. આમાં HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ, ડોર્ફ કેટલ કેમિકલ્સ, વિક્રમ સોલર, એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા, શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ લિમિટેડ અને શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડનો સમાવેશ થાય છે. સેબીના તાજેતરના અપડેટ મુજબ, આ કંપનીઓએ ઓક્ટોબર 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે તેમના પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા હતા અને 27 થી 30 મે દરમિયાન મંજૂરી મળી હતી. આ છ કંપનીઓ મળીને 20,000 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 16 કંપનીઓ IPO લાવી છે, જેમાંથી પાંચ મે મહિનામાં આવી હતી.

આ ઇશ્યૂમાં, કંપની રૂ. 2,500 કરોડના નવા શેર જાહેર કરશે. પ્રમોટર એચડીએફસી બેંક ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા કંપનીના રૂ. 10,000 કરોડના શેર વેચશે. કંપનીમાં એચડીએફસી બેંકનો હિસ્સો 94.64 % છે.

HDB ફાઇનાન્શિયલ ટૂંક સમયમાં ₹12,500 કરોડનો એક વિશાળ IPO લોન્ચ કરવા જઈ રહ્યું છે. આમાં, ₹2,500 કરોડના નવા શેર જારી કરવામાં આવશે અને HDFC બેંક OFS દ્વારા ₹10,000 કરોડના જૂના શેર વેચશે. RBIના નિયમો અનુસાર, મોટી NBFCs ને ત્રણ વર્ષની અંદર શેરબજારમાં લિસ્ટેડ કરાવવું જરૂરી છે.

આ ઉપરાંત, HDB ફાઇનાન્શિયલના IPOમાં શેરધારકોનો ક્વોટા પણ હશે. સપ્ટેમ્બરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે કંપનીએ IPO માટે મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા અને નોમુરા જેવી વિદેશી બેંકો તેમજ ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ અને IIFL જેવી સ્થાનિક કંપનીઓને શોર્ટલિસ્ટ કરી છે.

મોનોલિથિસ્ક ઇન્ડિયા IPO: આ IPO 12 જૂન 2025ના રોજ ખુલી રહ્યો છે. જેની લાસ્ટ ડેટ 16 જૂન 2025 છે. કંપની આ IPOથી ₹82.02 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેની પ્રાઈઝ બેન્ડ ₹135 – ₹143 પ્રતિ શેર છે. આ કંપનીના પ્રમોટર્સ પ્રભાત ટેકરીવાલ અને તેમનો પરિવાર છે. કંપનીની વ્યૂહરચના અને દ્રષ્ટિકોણ સ્કેલેબલ વ્યવસાય પર કેન્દ્રિત છે.

જૈનિક પાવર એન્ડ કેબલ્સ IPO: આ IPO 10 જૂન 2025ના રોજ ખુલી રહ્યો છે. આ IPO ભરવાની લાસ્ટ ડેટ 12 જૂન 2025 છે. કંપની ₹51.30 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેની પ્રાઈઝ બેન્ડ ₹100 – ₹110 પ્રતિ શેર છે. આ કંપની ઇલેક્ટ્રિકલ કેબલ અને એલ્યુમિનિયમ વાયર રોડનું ઉત્પાદન કરે છે અને EHS (પર્યાવરણ, આરોગ્ય અને સલામતી) ધોરણોનું પાલન કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા ક્ષેત્રમાં રસ ધરાવતા રોકાણકારો માટે આ એક આશાસ્પદ વિકલ્પ હોઈ શકે છે.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































